કેન્દ્ર દિલ્હીમાં 123 વકફ સંપત્તિઓને કબજામાં લેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે દિલ્હી વકફ બોર્ડની 123 સંપત્તિને કબજામાં લેવાનો નિર્ણય કર્યો છે, જેમાં મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાન છે. વકફ બોર્ડની સંપત્તિઓને કબજેમાં લેવાના ફેસલા પર ખૂબ હંગામો થઈ રહ્યો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્ર વચ્ચે ઠેરી ગઈ છે. બોર્ડના અધ્યક્ષ  અને આપના અમાનતુલ્લા ખાને કેન્દ્રના આ પગલા પર વાંધો ઉઠાવ્યો છે.

તેમણે ભાર દઈને કહ્યું હતું કે તે કેન્દ્ર સરકારને વકફ સંપત્તિને કબજો નહીં કરવા દે. ઉપભૂમિ અને વિકાસ અધિકારીએ આઠ ફેબ્રુઆરીએ બોર્ડને મોકલવામાં આવેલા એક પત્રમાં 123 વકફ સપત્તિઓ સંબંધિત બધા મામલાઓને મુક્ત કરવાના નિર્ણયની માહિતી આપી હતી. હવે આ નિર્ણય પર જમકર હંગામો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી કેન્દ્ર પર સંપત્તિઓને હડપવાનો આરોપ લગાવી રહી છે.

કેન્દ્રીય મંત્રાલયના ભૂમિ અને વિકાસ ઓફિસે કહ્યું હતું કે જસ્ટિસ (નિવૃત્ત) એસપી ગર્ગની અધ્યક્ષતાવાળી બે સભ્યોની સમિતિએ રિપોર્ટમાં નોન નોટિફાઇડ વકફ સંપત્તિઓના મુદ્દે કહ્યું હતું કે એને દિલ્હી વકફ બોર્ડમાંથી કોઈ પ્રતિનિધિત્વ અથવા વાંધો ઉઠાવવામાં આવ્યો.

ભૂમિ અને વિકાસ કાર્યાલય દ્વારા જારી પત્ર મુજબ દિલ્હી હાઇ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે સમિતિની રચના કરી હતી. અમાનતુલ્લા ખાને ટ્વીટ કરી કર્યું હતું કે કોર્ટમાં અમે 123 વકફ સંપત્તિ પહેલાં અવાજ ઉઠાવ્યો હતો. હાઇકોર્ટમાં અમારી રિટ અરજી પડેલી છે. કેટલાક લોકો દ્વારા આ વિશે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. એના પુરાવા તમારી સામે છે. અને વકફ બોર્ડની સંપત્તિ પર કોઈ પણ પ્રકારનો કબજો નહીં થવા દઈએ.