મજૂરી કરનાર બન્યો કરોડપતિઃ ખરેખર લોટરી લાગી!!

કેરળઃ મલૂરના થોલાંબરા વિસ્તારમાં રહેનારા 58 વર્ષ વર્ષના રાજન મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતા તે લોટરીની ટીકિટ ખરીદવાનું ચૂકતા નહોતા. તેમને વિશ્વાસ હતો કે એક દિવસ ચોક્કસ મારુ નસીબ બદલાશે અને મને લોટરી લાગશે.લોટરી લાગ્યા બાદ રાજને કહ્યું કે, મેં આટલી મોટી સફળતા વિશે ક્યારેય વિચાર્યું નહોતું. તેમણે જણાવ્યું કે, ગઈકાલે જ્યારે લોટરીના પરિણામો જાહેર કરવામાં આવ્યા ત્યારે મને આશા નહોતી કે હું વિજેતા બનીશ, પરંતુ જ્યારે મેં પરિવાર સાથે પરિણામો જોયા અમારી ખુશીઓનો પાર ન રહ્યો. રાજને જણાવ્યું કે લોટરી ટીકિટ બેંકમાં જમા કરાવતા પહેલા મેં રિઝલ્ટને ઘણીવાર ક્રોસ-ચેક કર્યું હતું.

રાજને જણાવ્યું કે, મેં પહેલા થોલાંબરાની કો-ઓપરેટિવ બેંકમાં સંપર્ક કર્યો. ત્યાં અધિકારીઓએ મને કન્નૂરની જિલ્લા બેંકમાં જવા માટે કહ્યું. બાદમાં તે પોતાની પત્ની રજની, દિકરા રિગિલ અને દીકરી અક્ષરા સાથે બેંક ગયા અને ત્યાં ટીકિટ જમા કરાવી. લોટરીમાં મળેલા પૈસાના ઉપયોગ વિશે રાજને જણાવ્યું કે, સૌથી પહેલા તો મારુ બાકી રહેલું દેવું હું ચૂકવીશ. બાદમાં હું આસપાસના જરુરિયાતમંદ લોકો માટે કંઈક કરવા ઈચ્છું છું.

રાજને જણાવ્યું કે, હું પરસેવાની કીંમત જાણું છું અને એપણ જાણું છું કે પૈસા કમાવા એ એટલું સરળ નથી. ત્યારે આવામાં તે આ રકમનો કોઈ ફાલતુ ખર્ચ નહી કરે.