નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પહેલા ગુજરાતના અમદાવાદ ખાતે આવશે, જેને લઈને અમદાવાદમાં ટ્રમ્પના સ્વાગત માટે સજ્જ છે. કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેર પરફોર્મન્સ આપવાના છે.
કૈલાશ ખેરે જણાવ્યું કે ટ્રમ્પના સ્વાગત માટે તે ‘જય જય કારા, સ્વામી દેના સાથ હમારા’ ગીતથી કાર્યક્રમની શરૂઆત થશે અને ‘અગડ બમ-બમ લહેરી’થી કાર્યક્રમની પૂર્ણ થશે. કાર્યક્રમને લઈ કૈલાશ ખેર પણ ખૂબ ઉત્સાહિત છે.
તેમના આ પરફોર્મન્સને લઈને કૈલાશ ખેરે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારું ચાલે તો હું આ ગીત પર ટ્રમ્પને પણ નચાઉં. કૈલાસ ખેરે એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂનો વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.