રામ મંદિર VHPના 30 વર્ષ જૂના ‘મોડલ’ આધારિત બનાવાશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં બનનારું રામ મંદિર વિશ્વ હિન્દુ પરિષદની 30 વર્ષ જૂની ડિઝાઇન પર આધારિત હશે. સરકાર દ્વારા નવા રચાયેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ વાતની પુષ્ટિ કરી હતી. જે મોડલ પર રામ મંદિરનું નિર્માણ થવાનું છે. એનાથી રામ જન્મભૂમિ ન્યાસ દ્વારા બનાવવામાં આવ્યું હતું. રામ જન્મભૂમિ ન્યાસની રચના 1985માં રામ મંદિરના નિર્માણ માટે કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રામ મંદિરમાં 424 પિલર ઊભા કરાશે. જેનું માપ 16 ફૂટ હશે. છત નક્શીદાર  હશે અને રામલલ્લા માટે એક ભવ્ય સિંહાસન પણ બનાવવામાં આવશે. રામ મંદિર પરિસરમાં સીતા, રસોઈ ધર્મશાળા, ભજન માટે અલગ પરિસર, એક સિંહ દ્વાર, અને સાંસ્કૃતિક કાર્યક્રમો એક રંગ મંડપ પણ હશે.

 આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ ડિઝાઇન તૈયાર કરી

અહીં એ ઉલ્લેખનીય છે કે વર્ષ 1987માં વિહિપના તત્કાલીન અધ્યક્ષ અશોક સિંઘલના કહેવા મુજબ ડિઝાઇન બનાવવા માટે મશહૂર આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી. આમાં મંદિરના નિર્માણમાં આશરે 1.75 લાખ ઘન ફૂટ પથ્થરની જરૂર બતાવવામાં આવી હતી.

મંદિરની ડિઝાઇન અનુસાર રામ મંદિર ભગવાન વિષ્ણુની પસંદગીની અષ્ટકોણીય આકારમાં નાગર શૈલીમાં બનાવવામાં આવશે. આ ડિઝાઇન મુજબ મંદિરની લંબાઈ 270 ફૂટ, પહોળાઈ 135 ફૂટ અને ઊંચાઊ 125 ફૂટ દર્શાવવામાં આવી છે. દરેક માળે 106 સ્તંભ હશે. પહેલા માળના સ્તંભની લંબાઈ  16.5 ફૂટ અને બીજા માળે 14.5 ફૂટ હશે. મંદિરમાં સંગેમરમરની ફ્રેમ અને લાકડીના દરવાજાનો ઉપયોગ કરવામાં આવશે.

ટ્રસ્ટે કહ્યું, મોડું ના થાય એટલે જૂની ડિઝાઇન

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કહેવુું છે કે રામ મંદિર નિર્માણમાં મોડું ના થાય એટલે હાલના મોડલ અનુસાર જ મંદિર નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મોડલ અનુસાર મંદિર બે માળનું હશે. ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે મંદિરની ડિઝાઇનમાં કોઈ પણ બદલાવ જેવો કે મંદિરની ઊંચાઈ વધારવી કે પછી ત્રીજો માળ બનાવવા એ નિર્ણય પછી લેવામાં આવશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]