કસરત કરો ને પ્લેટફોર્મ ટીકિટ ફ્રી મેળવો!!

નવી દિલ્હીઃ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ફ્રી માં પ્લેટફોર્મ ટિકીટ મેળવવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. આ સ્ટેશન પર જો તમારે ફ્રી માં પ્લેટફોર્મ ટિકીટ મેળવવી હોય તો તમારે 30 દંડ લગાવવા પડશે. રેલવેએ ફિટ ઈન્ડિયા ઝુંબેશની શરુઆત કરી છે. આનંદ વિહાર સ્ટેશન પર દંડ બેઠક મશીન લગાવવામાં આવ્યું છે. આ મશીન સામે 30 દંડ (ઉઠક-બેઠક) મારવારથી તે મશીનમાંથી જાતે જ પ્લેટફોર્મ ટિકીટ નિકળશે. આ ઝુંબેશ અંતર્ગત રેલવેએ સ્ટેશન પર “દવા દોસ્ત” નામની દુકાન ખોલી છે કે જેમાં યાત્રીઓને જેનેરિક દવાઓ વેચવામાં આવશે. રેલવે મંત્રીએ આ મામલે જાણકારી શેર કરતા પોતાના ટ્વીટર અકાઉન્ટ પર લખ્યું કે, ફિટનેસ સાથે બચત પણ. દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ફિટનેસને પ્રોત્સાહિત કરવા માટે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીંયા લગાવવામાં આવેલા મશીન સામે એક્સસાઈઝ કરવા પર પ્લેટફોર્મ ટિકીટ મફત મેળવી શકાશે.

રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, દવા દોસ્તનું લક્ષ્ય ભારતીયો માટે પોતાના સ્વાસ્થ્યની સારસંભાળને સરળ બનાવવાનું અને લોકોને ઉચ્ચ ગુણવત્તા વાળી સસ્તી દવાઓ ઉપ્લબ્ધ કરાવીને સ્વાસ્થ પરના તેમના ખર્ચને બચાવવાનું છે. દવા દોસ્ત જેનરિક દવાઓના ઉપયોગ માટે ભારતીય સરકારના વલણનું સમર્થન કરે છે. ફર્મની અત્યારે રાજસ્થા અને દિલ્હીમાં 10 જેટલી દુકાનો છે. આવતા એક વર્ષમાં આની સંખ્યા વધારીને 100 અને બાદમાં 1000 કરવાની યોજના છે.