કે-4 મિસાઈલઃ આ મિસાઇલ સમુદ્રની અંદરથી પરમાણુ વાર કરવાની ક્ષમતા ધરાવે છે

નવી દિલ્હીઃ ભારતે તાજેતરમાં જ પોતાની કે-4 પરમાણુ મિસાઈલનું પરિક્ષણ કર્યું છે. 8 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશના તટથી સબમરિન દ્વારા પ્રાયોગિક રીતે કે-4 પરમાણુ મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું. ડીઆરડીઓએ આને તૈયાર કરી છે અને આ મિસાઈલની મારક ક્ષમતા 3500 કિલોમીટર છે. આ બે હજાર કિલોગ્રામનો વોરહેડ લઈ જઈ શકે છે. આ મિસાઈલના પરિક્ષણ બાદ ભારતે સબમરિનથી મારક ક્ષમતા વધારી દીધી છે.

આમિસાઈલ ટેક્નિકને અરિહંત શ્રેણીની પરમાણુ સબમરિનો માટે વિકસિત કરવામાં આવી રહી છે. આ સબમરિન ભારતમાં બનાવવામાં આવી રહી છે. સબમરિનને એકવારમાં ચાર કે-4 મિસાઈલથી લેસ કરવામાં આવી શકે છે. થોડા વર્ષોમાં સેના, વાયુસેના, અને નેવીને કે-4 સેવાઓ પ્રાપ્ત થશે. આંતરરાષ્ટ્રીય દબાણના કારણે કે-4 મિસાઈલનું પરિક્ષણ ગુપ્ત રીતે કરવામાં આવ્યું અને ડીઆરડીઓએ અધિકારિક રુપે આ મામલે કોઈ ટિપ્પણી પણ કરી નથી.

ડીઆરડીઓએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ કટ પર સમુદ્રની અંદર બનાવવામાં આવેલા અંડરવોટર પ્લેટફોર્મથી કે-4 પરમાણુ મિસાઈલ લોન્ચ કરી. કે-4 સીવાય ભારત અન્ય એક પરમાણુ મિસાઈલ સિસ્ટમ બીઓ-5 બનાવી રહ્યું છે, જેની મારક ક્ષમતા સાત કિલોમીટરથી વધારે છે. થોડા સમયમાં ડીઆરડીઓએ અગ્નિ-3 અને બ્રહ્મોસ સહિતત ઘણી અન્ય મિસાઈલોના પરિક્ષણની યોજના બનાવી રાખી છે.

કે-4 મિસાઈલ સિસ્ટમ પર કામ ત્યારે શરુ થયું કે જ્યારે આ પ્રકારેની ક્ષમતાઓ વાળી અગ્નિ-3 મિસાઈલને આઈએનએસ અરિહંતમાં લગાવવાની ટેક્નિકલ સમસ્યાઓ ઉભી થઈ. અરિહંતનો વ્યાસ 17 મીટર છે, જેમાં અગ્નિ-3 ફિટ થઈ શકતી નથી. કે-4 મિસાઈલ 12 મીટર લાંબી છે. આનો વ્યાસ 1.3 મીટરનો છે. આનું વજન આશરે 17 ટન છે. ડીઆરડીઓ અનુસાર આ મિસાઈલનું લક્ષ્ય અચૂક મારક ક્ષમતા પ્રાપ્ત કરવાનું છે.