સપ્ટેમ્બરમાં વાર્ષિક-ધોરણે જોબ માર્કેટમાં 57 ટકાનો વધારોઃ રિપોર્ટ

મુંબઈઃ ભારતીય જોબ બજારમાં સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 57 ટકાનો વધારો થયો છે. ભારતીય રોજગાર બજારનો રેકોર્ડ બનાવવાનો સિલસિલો સપ્ટેમ્બરમાં સતત ત્રીજા મહિને જારી રહ્યો હતો, એમ નૌકરી જોબસ્પીકના તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

કુલ 2753 રોજગાર નિયુક્તિની સાથે એ સૂચકાંક કોવિડ-પૂર્વના સ્તરે સપ્ટેમ્બર, 2019ની તુલનામાં 21 ટકા વધી છે. વાર્ષિક ધોરણે મોટા ભાગનાં ક્ષેત્રોએ IT (138 ટકા) અને આતિથ્ય (82 ટકાથી વધુ)ના નેતૃત્વમાં  મહત્ત્વપૂર્ણ વાર્ષિક વૃદ્ધિ પ્રદર્શિત કરે છે. ભારતીય કંપનીઓની વચ્ચે ડિજિટલ રૂપાંતરણની લહેરને કારણે ટેક્નિકલ પ્રોફેશનલોની માગ વધી છે. આઇટી સોફ્ટવેર, સોફ્ટવેર સેવા ક્ષેત્રમાં વાર્ષિક ધોરણે સપ્ટેમ્બર, 2021માં 38 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર, 2020ની તુલનાએ શિક્ષણ (53 ટકા) બેન્કિંગ-નાણાકીય સર્વિસ (43 ટકા) અને ટેલિકોમ-આઇએસપી (37 ટકાથી વધુ)  ક્ષેત્રોમાં રોજગારીની કામગીરી વધી છે. સપ્ટેમ્બરમાં મહાનગરોમાં 88 ટકા વાર્ષિક વધારો નોંધાયો હતો. આ શહેરોમાં 30 ટકાનો વધારો થયો છે. ઓગસ્ટના 2673ની તુલનાએ સપ્ટેમ્બરમાં નિમણૂકોમાં ત્રણ ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં નિયુક્તિઓમાં કેટલીક હલચલ એવી થઈ રહી છે, જે પહેલાં ક્યારેય નહોતી જોવા મળી. આઇટી પ્રોફેશનલોની માગને તારણે તહેવારોના પ્રારંભે ઉદ્યોગોમાં સુધારો થતો જોઈને વાસ્તવમાં આનંદની વાત છે, એમ રિપોર્ટ કહે છે.