જમ્મૂ-કાશ્મીરઃ મુસાફરો ભરેલી મીનીબસ ખીણમાં પડી જતા 35 લોકોએ જીવ ગુમાવ્યા…

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડમાં એક મોટો રોડ એક્સિડન્ટ થયો છે. અહીંયાના કેશવન વિસ્તારમાં યાત્રીઓથી ભરેલી એક મિનીબસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ એક ઉંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 35 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તો ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને રેસ્ક્યૂ ટીમે બચાવ કાર્ય શરુ કરી દીધું છે. દુર્ઘટના સવારે 8 વાગ્યે અને 40 મીનિટ પર થઈ. આ વચ્ચે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

દુર્ઘટનામાં ઘાયલ યાત્રીકોને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ત્યાં તેમની અત્યારે સારવાર ચાલી રહી છે. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્યમાં સ્થાનિક લોકોએ પણ પોલીસની મદદ કરી અને ઘણા યાત્રીઓને ખીણમાં પડેલી મીની બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. અત્યારે દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલુ છે. જો કે અત્યારે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ થઈ શકી નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મીની બસ કેશવનથી કિશ્તવાડ જઈ રહી હતી. ત્યારે આ બસ શ્રીગિરી પાસે રોડ પરથી નીચે ઉતરી ગઈ અને ઉંડી ખીણમાં પડી ગઈ. સ્થાનીય લોકોએ જણાવ્યું કે બસ ઓવર લોડેડ હતી.

અધિકારીઓ અનુસાર, મિનીબસના ખીણમાં પડી જવાની દુર્ઘટના સોમવારના રોજ સવારે આશરે 8 વાગ્યે અને 40 મીનિટ પર થઈ. આ મિનીબસ કેશવન કિશ્તવાડ તરફ જઈ રહી હતી. તે જ સમયે આ બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ. રાહત-બચાવ કાર્ય અત્યારે ચાલુ છે. પોલીસે કહ્યું કે તેમની પ્રથમ પ્રાથમિકતા યાત્રીઓનો બચાવ સુનિશ્ચિત કરવાનો છે.