શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ પંથા ચોક વિસ્તારમાં એક અથડામણમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા, જેમાં ચાર સુરક્ષા કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. આ આતંકવાદીઓએ 13 ડિસેમ્બરની પાસે જેવાન વિસ્તારમાં એક પોલીસ બસ પર હુમલો કર્યો હતો. આ ગોળીબારમાં ત્રણ પોલીસ-કર્મચારી અને CRPPનો એક જવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. આ માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ સુહૈલ અહમદ રાથર તરીકે ઓળખ કરવામાં આવી છે, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સભ્ય હતો. તે જેવાન હુમલામાં પણ સામેલ હતો. જેવાન હુમલામાં સામેલ બધા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. અનંતનાગમાં ગુરુવારે સુરક્ષા દળોએ અથડામણમાં સામેલ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, એમ પોલીસ ડિરેક્ટર જનરલ (કાશ્મીર) વિજયકુમારે કહ્યું હતું.
ડિસેમ્બરમાં અત્યાર સુધી પાંચ પાકિસ્તાની સહિત 24 આતંકવાદી માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીથી આમેરિકા નિર્મિત બે એમ-4 કાર્બાઇન, 15 એકે-47, બે ડઝન પિસ્તોલ, ગ્રેનેડ અને IED મળી આવ્યા છે. પાકિસ્તાન અહીં અશાંતિ પેદા કરવા ઇચ્છે છે, પણ સુરક્ષા દળોએ આ વર્ષે જૈશ-એ-મોહમ્મદના આંતકવાદીઓને ઠાર કરીને પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં 171 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.