શું મુંબઈમાં ખતમ થઈ રહ્યું છે ઠાકરે પરિવારનું વર્ચસ્વ?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો મુજબ રાજ્યમાં મહાયુતિ ગઠબંધનની સરકાર બનશે. મહારાષ્ટ્રમાં ભાજપ અને મહાયુતિની આંધી ચાલી રહી છે. આ ચૂંટણી ખાસ છે, કેમ કે સૌપ્રથમ વાર ઠાકરે પરિવારના બે સભ્યો ચૂંટણી મેદાનમાં છે, જેમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે સામેલ છે.

માહિમ સીટથી અમિત ઠાકરેની હાર થઈ છે, જ્યારે આદિત્ય ઠાકરે જીતવામાં સફળ રહ્યા છે, પણ તેમની જીતનું અંતર ઘટી ગયું છે.મુંબઈની 36 સીટો પર શિવસેના UBTની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. ઉદ્વવ સેના MVAમાં સૌથી વધુ 22 સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે એના સહયોગી પક્ષો કોંગ્રેસ 11, શરદ પવાર 2 અને SP પાસે બે સીટ છે, જ્યારે શિવસેના (શિંદે) 18, NCP (અજિત પવાર)  અને ભાજપ 17 સીટો પર લડી રહ્યો છે.

મુંબઈમાં શિવસેનાના ત્રણ ફાટા શિંદે સેના, ઉદ્ધવ સેના અને મનસે પણ ચૂંટણી મેદાનમાં છે. મતોની ગણતરીમાં શિંદે સેના અને ઉદ્ધવ સેના અનેક સીટો પર આગળ છે, પણ મનસે ખાતું ખોલવા માટે સંઘર્ષ કરી રહી છે. રાજ્યની જેમ મુંબઈમાં મહાયુતિની લહેર નજરે પડી રહી છે. માહિમમાં અમિત ઠાકરે ત્રીજા ક્રમે છે.  

ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે 8100 મતથી જીત પણ મેળવી છે. તેમણે ભાજપના દિગ્ગજ નેતા મિલિંદ દેવરા હાર આપી છે.