નવી દિલ્હીઃ અનેક લોકો એ નથી જોતા કે LPG સિલિન્ડર સબિસિડીનાં નાણાં તેમના બેન્ક અકાઉન્ટમાં જમા થયા કે નહીં. તેમણે એની તપાસ કરવી જોઈએ અને એમાં વધુ સમય નથી લાગતો. થોડીક મિનિટોમાં જ ગ્રાહકો જાણી શકે છે કે LPG સિલિન્ડર સબિસિડીનાં નાણાં તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થયા છે કે નહીં.
દેશમાં પરિવારોને સબસિડીના દરે મહત્તમ 12 LPG સિલિન્ડર ખરીદવાની મંજૂરી છે. જોકે સિલિન્ડરોની ખરીદીના સમયે એ પૂરી કિંમતે ખરીદાવા જોઈએ અને પછી સબસિડીને સરકાર દ્વારા ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાં સબસિડીની રકમ જમા કરવામાં આવે છે.
લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરની કિંમત દેશમાં દર મહિને નક્કી કરવામાં આવે છે. હાલમાં સરકાર સબસિડી LPG ગ્રાહકો માટે સબસિડીનો વિસ્તાર કર્યો છે અને સામાન્ય રીતે LPG દરોની પ્રતિ મહિને એક તારીખે સંશોધિત કરવામાં આવે છે.
વર્ષ 2015માં કેન્દ્ર સરકાર દ્વારા PAHAL (ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ) યોજના હેઠળ LPG ગ્રાહકો પોતાના બેન્ક ખાતામાં સબસિડી પ્રાપ્ત કરી શકે છે.
ઇન્ડેન ગેસ સબસિડી
ઇન્ડેન કંપનીનો પ્રારંભ 1965માં ઇન્ડિયન ઓઇલની સબસિડીયરી કંપનીના રૂપમાં થઈ હતી. ઇન્ડેનના ગ્રાહકોને ગેસ સિલિન્ડર ખરીદવા પર સરકાર દ્વારા સબસિડી મળતી હતી. આ ગેસ સબસિડી બે પદ્ધતિએ તપાસી શકાય.
પહેલી તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરના માધ્યમથી અને બીજી LPG IDના માધ્યમથી. એ ID તમારી ગેસ પાસબુકમાં આપેલો છે.
સબસિડીની તપાસ કરવાનાં આ સરળ પગલાંનું પાલન કરો.
તમે ગ્રાહક સેવાના માધ્યમથી પણ માહિતી પ્રાપ્ત કરી શકો છો. ઇન્ડેન ગેસ કસ્ટમર કેર નંબર 1800-233-35555 પર સંપર્ક કરીને પણ તમારી સબસિડી વિશે માહિતી મેળવી શકો છો. |