ભારતનો 42મો કમ્યુનિકેશન સેટેલાઈટ CMS-1 સફળતાપૂર્વક લોન્ચ

શ્રીહરિકોટાઃ ભારતે ગુરુવારે 42મા કોમ્યુનિકેશન સેટેલાઇટ CMS-01 (જીસેટ-12R)ને પાઠ્યપુસ્તકની શૈલીમાં જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફરને ભ્રમણ કક્ષા સફળતાપૂર્વક મૂકવામાં આવ્યો હતો. સાત વર્ષની લાઇફ ધરાવતા ભારતના બ્રાન્ડ નવા કોમ્યુનિકેશન ઉપગ્રહ CMS-01 સેટેલાઇટ સ્પેક્ટ્રમની વિસ્તારિત- C બેન્ડમાં સેવાઓ પ્રદાન કરશે. આ ઉપગ્રહ ભારતમાં, આંદામાન અને નિકોબાર તેમ જ લક્ષદ્વીપ ટાપુઓને આવરી લેશે, એમ ઇસરોએ જણાવ્યું હતું.

GSAT-12નું રિપ્લેસમેન્ટ CMS-01 હશે, જેનું વજન 1401 કિલો હતું, જેને 11 જુલાઈ, 2011એ આઠ વર્ષ મિશન જીવનની સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. CMS-01  ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ પર આનંદ વ્યક્ત કરતાં ઇસરોના અધ્યક્ષ કે. સિવાને કહ્યું હતું કે ચાર દિવસમાં CMS-01 ઉપગ્રહને તેની ભૌગોલિક કક્ષાની ભ્રમણ કક્ષામાં લઈ જશે. ઉપગ્રહની સોલર પેનલ તહેનાત કરવામાં આવી છે. આગામી રોકેટ માર્ચ, 2021માં ઉડાન ભરશે, જે PSLV-C-51 હશે. જે ઇસરો અને દેશ માટ ખાસ હશે, એમ તેમણે કહ્યું હતું. રોકેટ પિક્સલ (Pixxel) નામનું એક સ્ટાર્ટઅપ ભારતનું પહેલું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લઈ જશે. આ રોકેટ સ્પેસકેડ્ઝ ટીમના વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત કોમ્યુનિકેશન સેટેલાઇટ અને ત્રણ ભારતીય યુનિવર્સિટીના કોન્સોર્શિયમ દ્વારા નિર્મિત અન્ય સેટેલાઇટને પણ લઈ જશે. PSLV-C51 રોકેટ માટે પ્રાથમિક પેલોડ 600-700 કિલોગ્રામની વચ્ચેના વજનનું એક બ્રાઝિલિયન સેટેલાઇટ હશે, એમ તેમણે કહ્યું હતું.

ગુરુવારનું અંતરિક્ષ મિશન આ રોકેટ પોર્ટનુ બીજું અને છેલ્લું છે અને આ વર્ષનું દેશ માટે ત્રીજું છે.