નવી દિલ્હીઃ ભારતે ન માત્ર કોરોના વાયરસ પર સૌથી ઓછા સમયમાં લગાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે પરંતુ ભારત જ સંભવતઃ એ પહેલો દેશ હશે કે જે કોરોના વાયરસની વેક્સિન વિશ્વમાં સૌથી પહેલા વિકસિત કરી લેશે. અત્યારે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, ઈઝરાયલ સહિત કેટલાય દેશો કોરોના વાયરસની વેક્સિન વિકસિત કરવાના કામમાં જોડાયા છે. આશાઓ છે કે ભારત આ બધાથી પહેલા સફળતા પ્રાપ્ત કરી લેશે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય કંપનીઓ ક્લિનીકલ ટ્રાયલના સ્ટેજમાં છે. જ્યારે બાકી બધા હજી ત્યાં પહોંચવાના છે. ભારતની છ ભારતીય કંપનીઓ કોરોના વાયરસ માટે વેક્સિન તૈયાર કરવા પર કામ કરી રહી છે. આશરે 70 વેક્સિન કેન્ડિડેટ્સ પર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઓછામાં એછા ત્રણ ટેસ્ટ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલના ચરણમાં છે. જો કે આ વેક્સિન 2021 માં જ બજારમાં આવશે પરંતુ વિશ્વમાં પહેલી વેક્સિન હોઈ શકે છે કે જે બજારમાં પહોંચશે.
ટ્રાન્ઝેક્શન હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટીટ્યૂટ, ફરીદાબાદના કાર્યકારી ડિરેક્ટર ગગનદીપ કાંગે મીડિયાને જણાવ્યું કે, ઝાયડસ કેડિલા બે વેક્સિન બનાવવા પર કામ કરી રહી છે. જ્યારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ, બાયોલોજિકટલ ઈ, ભારત બાયોટેક, ઈન્ડિયન ઈમ્યૂનોલોજીકલ અને માયનવૈક્સ એક-એક વેવક્સિન ડેવલપ કરવાના કામમાં લાગેલી છે. તેમનું કહેવું છે કે, વેક્સિન વિકસિત કરવી તે એક જટીલ પ્રક્રિયા છે. આને ટેસ્ટિંગના કેટલાય ચરણમાંથી પસાર થવું પડે છે. આમાં કેટલાય પડકારો હોય છે. ભારતીય કંપનીઓ આ પડકારો સામે ઉંડાણપૂર્વકની સુઝબુઝ સાથે આગળ વધી રહી છે.
ધ્યાનમાં રાખવા જેવી વાત એપણ છે કે, કોવિડ-19 ની વેક્સિન બનાવનારી 6 કંપનીઓના નામ ટ્રાંઝેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટીટ્યૂટ જણાવવામાં આવ્યા છે. જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગ્લોબલ કંપનીઓનું લિસ્ટ કે જે વેક્સિન બનાવવાના કામમાં જોડાયેલી છે તેમાં ભારતમાંથી માત્ર ઝાયડસ કેડિલા અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ જ છે.