સ્માર્ટફોન કંપનીઓને નવા નિયમોનું પાલન કરવાની ફરજ પડાશે

નવી દિલ્હીઃ પહેલેથી ઈન્સ્ટોલ કરાયેલી એપ્સને દૂર કરવા અને મોટી ઓપરેટિંગ સિસ્ટમોનું ફરજિયાત સ્ક્રીનિંગ કરવા દેવામાં આવે એવી સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓને ફરજ પાડવા કેન્દ્ર સરકાર વિચારી રહી છે. સરકાર એ માટે અનેક નવા સિક્યુરિટી નિયમો અમલમાં મૂકવા વિચારે છે.

નવા નિયમોની વિગત આમ તો જાહેર થઈ નથી, પરંતુ રોઈટર સમાચાર સંસ્થાનો દાવો છે કે તેણે આ વિશેના અમુક સરકારી દસ્તાવેજ જોયા છે અને સરકારના બે અધિકારી સાથે વાત કરી છે. ભારતમાં મોબાઈલ ફોન એપ્સ મારફત લોકોની જાસૂસી કરવામાં આવી રહી હોવાના અને યૂઝર્સનાં ડેટાની ચોરી કરવાની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હોવાથી ભારતનું ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય નવા નિયમો ઘડી રહ્યું છે. અધિકારીનું માનવું છે કે પ્રી-ઈન્સ્ટોલ્ડ એપ્સ નબળી સુરક્ષાનો મુદ્દો હોઈ શકે છે તેથી સરકાર ઈચ્છે છે કે ચીન સહિત કોઈ પણ વિદેશી દેશો આનો ગેરલાભ ઉઠાવે નહીં. આ બાબત રાષ્ટ્રીય સલામતીને લગતી છે.