ચીન વિદેશી પ્રવાસીઓ માટે સરહદો આવતી કાલથી ખોલશે

બીજિંગઃ ચીન બુધવારથી બધા પ્રકારના વિસા જારી કરવાની મંજૂરી આપીને ત્રણ વર્ષમાં સૌપ્રથમ વાર વિદેશી પર્યટકો માટે પોતાની સરહદો ફરી ખોલી દેશે. ચીને કોવિડ19 પર ગયા મહિને કાબૂ મેળવ્યા પછી સરહદ ખોલવાનો નિર્ણય કર્યો હતો. જોકે પ્રવાસન ઉદ્યોગનાં સૂત્રોએ કહ્યું હતું કે પ્રવાસીઓ માટે સરહદ ખોલવાથી મોટા પાયે પર્યટકો આવવાની હાલમાં સંભાવના ઓછી છે. 2019માં આંતરરાષ્ટ્રીય ટુરિઝમની આવક ચીનની GDPના માત્ર 0.9 ટકા છે, પણ બીજિંગ દ્વારા પર્યટકો વિસા જારી કરવાની મંજૂરીથી ચીન અને વિશ્વ વચ્ચે બેતરફી આવજા સામાન્ય થશે એ હાલપૂરતું વાજબી નથી. જેથી જાન્યુઆરીમાં ચીને નાગરિકોની વિદેશ યાત્રાની સામેની સલાહ પરત ખેંચી હતી.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચીને જે વિસ્તારોમાં મહામારીથી પહેલાં વિસાની જરૂર નહોતી, ત્યાં વિસા મુક્ત પ્રવેશ પર પરત ફરશે. એમાં હૈનાનનો દક્ષિણ પર્યટન દ્વીપ, રશિયનોની વચ્ચે એક પસંદગીનું સ્થળ, શાંઘાઇ પોર્ટથી પસાર થતા ક્રૂઝ સામેલ છે. વળી, હોંગકોંગ અને મકાઉમાં ચીનના સૌથી સમૃદ્ધ પ્રાંત ગ્વાંગડોંગમાં વિદેશીઓ માટે વિસા મુક્ત વિસા-પ્રવેશ પણ શરૂ થશે. મોંઘી હોટેલો માટે આંતરરાષ્ટ્રીય વેપાર કરતા પ્રવાસીઓ એક વરદાન છે.

આમ ચીનથી વિદેશીઓ માટે લગભગ બધા પ્રકારના વિસા જારી કરી દેશે, જે ઓસ્ટ્રેલિયન વેપારીઓ માટે એક સકારાત્મક પગલું છે, કેમ કે તેમના એક્ઝિક્યુટિવ્સ ચીન સ્થિત ટેમની ટીમો, ગ્રાહકો અને સપ્લાયર્સને મળી શકશે, એમ ઓસ્ટ્રેલિયાના ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન વોન બાર્બરે કહ્યું હતું.   

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]