નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઘોષણા કરી હતી કે દેશમાં સૌપ્રથમ વાર લિથિયમનો મોટો ભંડાર મળ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના રહેણાક જિલ્લામાં 59 લાખ ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. લઇવ સાયન્સ અનુસાર લિથિયમ એક હલકી ધાતુ છે, જેનો ઉપયોગ અનેક કાર્યોમાં થાય છે. લિથિયમ બાઇપોલર ડિસઓર્ડરનો ઉપચાર કરીને, બીમારી અથવા સ્ટ્રેસમાં થનારા વાઇલ્ડ મૂડ સ્વિંગને સ્થિર કરવામાં મદદ કરે છે.
લિથિયમ એક ધાતુ છે અને ઇલેક્ટ્રિક વાહનો (EVs)ની બેટરીમાં ઉપયોગ થનારા મુખ્ય ઘટકોમાંથી એક છે. લિથિયમ અને આયનથી બનેલી બેટરીઓમાં લેડ-એસિડ બેટરીઓ અથવા નિકેલ-મેટલ હાઇડ્રાઇડ બેટરીઓની તુલનામાં ઉચ્ચ ઊર્જા ઘનત્વ હોય છે. એટલે સમાન ઊર્જા ક્ષમતાને બનાવી રાખતા બેટરીના આકારને અન્યની તુલનામાં નાની બનાવવી સંભવ છે. વિશ્વની સરકારો દ્વારા EV પર ભાર મૂકવા સાથે આ વાહનોમાં લિથિયમ બહુ મહત્ત્વનું થઈ ગયું છે.
ભારત હાલમાં લિથિયમ સહિત મુખ્ય ખનિજોનો સપ્લાયને મજબૂત કરવાની શોધમાં છે, જે ઇલેક્ટ્રિક વાહનોને લઈને યોજનાઓને આગળ વધારવામાં મહત્ત્વની છે. આ પહેલાં ખનન મંત્રાલયે કહ્યું હતું કે ઊભરતી ટેક્નોલોજી માટે મહત્ત્વની ખનિજ સપ્લાયની શૃંખલાને મજબૂત કરવા માટે સરકાર ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનાથી લિથિયમ સહિત ખનિજોને સુરક્ષિત કરવા માટે અનેક સક્રિય ઉપાય કરી રહી છે.
હાલમાં ભારત લિથિયમ, નિકલ અને કોબાલ્ટ જેવાં ખનિજો માટે આયાત પર નિર્ભર છે. આ ખનિજોને 50 ટકા ભંડાર ત્રણ દક્ષિણ અમેરિકી દેશો- આર્જેન્ટિના, બોલિવિયા અને ચિલીમાં કેન્દ્રિત છે.
