ભારતનો રેકોર્ડઃ 18-દિવસમાં 40-લાખને કોરોના રસી આપી

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાએ જણાવ્યું છે કે ભારતે કોરોના રસીકરણ ઝુંબેશનો આરંભ કર્યો એ પછી માત્ર 19 દિવસમાં જ કુલ વસ્તીના આશરે 45 લાખ (44,49,552) લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.

આરોગ્ય મંત્રાલયે એવો દાવો પણ કર્યો છે કે માત્ર 18 દિવસમાં 40 લાખથી વધારે લોકોને રસી આપીને ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયામાં સૌથી ઝડપી દેશ બન્યો છે. આ મામલે ભારત પછીના નંબરે અમેરિકા, ઈઝરાયલ અને બ્રિટન આવે છે. ભારતની સરખામણીમાં અમેરિકાએ 40 લાખ લોકોને રસી આપવામાં 20 દિવસ લિધા હતા જ્યારે ઈઝરાયલ અને બ્રિટને 39-39 દિવસ લીધા હતા.