છેલ્લાં 10 વર્ષોમાં કોંગ્રેસ વેરવિખેરઃ પડે છે ત્યારે…

નવી દિલ્હીઃ દેશ 18મી લોકસભા બનાવવા માટે આગળ વધી રહ્યો છે. લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ચોથી જૂને ચૂંટણી પરિણામો છે. NDA જ્યાં 400ને પારના આંકડાનો દાવો કરી રહ્યો છે, જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસનો કોઈ દાવો સામે નથી આવ્યો. બલકે કોંગ્રેસના દિગ્ગજ નેતા ચૂંટણી પહેલાં પાર્ટી અળગા થઈ રહ્યા છે. છેલ્લા એક દાયકામાં કોંગ્રેસ વેરવિખેર થઈ ગઈ છે.

કોંગ્રેસ માટે આ લોકસભાની ચૂંટણી ઘણી મહત્ત્વની છે, પણ કોંગ્રેસની દશા જોઈને નથી લાગતું કે આ ચૂંટણીમાં પક્ષને કોઈ દિશા મળી શકશે. છેલ્લાં 10 વર્ષોમાં ભાજપના નેતૃત્વમાં NDA કેન્દ્ર પર સત્તામાં છે. એ દરમ્યાન કોંગ્રેસ મજબૂત થવાને બદલે ઉત્તરોત્તર નબળી થતી ગઈ છે. ભાજપ સતત કોંગ્રેસમુક્ત ભારતનું સૂત્ર આપી રહ્યો છે અને કોંગ્રેસની અસર ચૂંટણીમાં હજી સુધી જોવા નથી મળી.

કોંગ્રેસનો હાથ છોડવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. 2014ની લોકસભાની ચૂંટણી હાર્યા પછી પાર્ટીના નેતાઓનો મોહ ભંગ થવાનો શરૂ થયો. છેલ્લાં 10 વર્ષોમાં પાર્ટીના 12 ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓએ કોંગ્રેસ છોડી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનકે દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી હતી, જેમાં હિમંત બિસ્વા સરમા, ચૌધરી બિરેન્દર સિંહ, રંજિત દેશમુખ, જીકે વાસન, જયંતી નટરાજન, રીટા બહુગુણા જોશી, એન બિરેન સિંહ, શંકરસિંહ વાઘેલા, ટોમ વડક્કન, જ્યોતિરાદિત્ય સિંધિયા, કેપી યાદવ, પ્રિયંકા ચતુર્વેદી, જિતિન પ્રસાદ, મિલિંદ દેવડા, બાબા સિદ્દીકી, બસવરાજ પાટિલ અને અશોક ચવ્હાણ જેવા નેતાઓ સામેલ છે.