અયોધ્યાઃ રામનગરી અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય દીપોત્સવનું આયોજનભવ્ય અને દિવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી સૌપ્રથમ વાર દીપોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજન 30 ઓક્ટોબરે થવાનું છે.
અયોધ્યામાં દીપોત્સવની ગ્રીન આતશબાજી પાંચ કિલોમીટર દૂરથી જોઈ શકાશે, આ વખતે જૂના સરયુ પૂલ નીચે ગ્રીન એરિયલ ફાયર ક્રેકર્સ શો કરવામાં આવશે.
આ વર્ષની ઇવેન્ટની મુખ્ય વિશેષતા અયોધ્યાનો પ્રથમ ડ્રોન શો હશે, જે તમને 500 ડ્રોન સાથે 15-મિનિટનું અદભુત પ્રદર્શન આપશે. આ ડ્રોન પ્રસિદ્ધ સરયુ ઘાટ અને રામ કી પૌડી ઉપર આકાશમાં ઊડશે, ત્યાર બાદ ભગવાન રામ, લક્ષ્મણ અને હનુમાન જેવા વિવિધ દેવતાઓની તસવીરો તેમ જ રામાયણના પ્રખ્યાત દ્રશ્યો, જેમ કે રાવણની હાર, પુષ્પક વિમાન અને રામ દરબારની તસવીરો કેપ્ચર કરશે. આ હવાઈ પ્રદર્શન અત્યાધુનિક ટેક્નોલોજી સાથે ભક્તિનો સમન્વય કરશે. આ દિવાળીમાં ડ્રોન શો અહીંનું મુખ્ય આકર્ષણ હશે, જે ચોક્કસપણે હજારો દર્શકોને આકર્ષિત કરશે.
દીપોત્સવ 2024માં પણ 25 લાખથી વધુ દીવા પ્રગટાવવાના છે અને આ આંકડો એક નવો વિશ્વ રેકોર્ડ બનાવશે. 500 વર્ષની ઐતિહાસિક રાહ બાદ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના સાથે, આ વર્ષનો તહેવાર અયોધ્યાના લોકો અને વિશ્વભરના ભક્તો માટે વિશેષ મહત્ત્વ ધરાવનાર છે. 28 થી 31 ઓક્ટોબર સુધી ચાલનાર આ કાર્યક્રમમાં પરંપરાગત ધાર્મિક વિધિઓ, સાંસ્કૃતિક પ્રદર્શનો અને આધુનિક આકર્ષણોનું મિશ્રણ જોવા મળશે.