ગાંધી-પરિવારનાં સભ્યોની સુરક્ષા સંભાળશે CRPFની મહિલા કમાન્ડો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પહેલી જ વાર નિર્ણય લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ તથા ગાંધી પરિવારનાં સભ્યોની સુરક્ષા કરવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના પુરુષ ઉપરાંત મહિલા કમાન્ડોની ટૂકડીને પણ તૈનાત કરવાનું નક્કી કર્યું છે.

અમિત શાહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિત તમામ વીવીઆઈપી નાગરિકોને સીઆરપીએફ તરફથી ઝેડ-પ્લસ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે. 32 મહિલા કમાન્ડો ધરાવતી સીઆરપીએફની પ્રથમ ટૂકડીને હાલ મહાનુભાવોની સુરક્ષા સંભાળવાની તાલીમ આપવામાં આવી રહી છે અને તેમને 15 જાન્યુઆરી સુધીમાં ફરજમાં તૈનાત કરવામાં આવશે.