ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર આવકવેરાના દરોડા

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે આજે દેશભરમાં ચીની મોબાઈલ કંપનીઓની અનેક ઓફિસો-ઈમારતોમાં દરોડા પાડ્યા હતા. આમાં અગ્રગણ્ય સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમી અને ઓપ્પોનો પણ સમાવેશ થાય છે. શાઓમી અને ઓપ્પોએ કહ્યું છે કે તેઓ ભારતના કાયદા અનુસાર સત્તાવાળાઓને એમની તપાસમાં સહકાર આપે છે અને ચાલુ રાખશે.

અહેવાલો અનુસાર, આ સ્માર્ટફોન કંપનીઓએ કરચોરી કરવા માટે કાયદાઓ અને નિયમોનો ભંગ કર્યો હોવાનું મનાય છે. આ કંપનીઓ ઘણા વખતથી આવકવેરા વિભાગ સહિત અનેક કેન્દ્રીય તપાસ એજન્સીઓની નજરમાં હતી.