IC15 ઇન્ડેક્સ 643 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં નજીવા કરેક્શન બાદ સુધારો થવા લાગ્યો છે. IC15 ઇન્ડેક્સ 643 પોઇન્ટ વધ્યો છે, જેના વધેલા ઘટકોમાં પોલીગોન, એક્સઆરપી અને લાઇટકોઇન સામેલ છે. આ કોઇન્સમાં 6થી 14 ટકાનો વધારો થયો હતો. ડોઝકોઇન 10 ટકા ઘટ્યો હતો.

અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યા બાદ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ એટલી જ વૃદ્ધિ કરી છે, જે ત્રણ દાયકામાં સૌથી વધુ વધારો છે. ગોલ્ડમેન સાક્સે ક્રિપ્ટોકરન્સી ફાઇનાન્શિયલ ડેટા કંપની – કોઇન મેટ્રિક્સ અને ઇન્ડેક્સ પ્રોવાઇડર એમએસસીઆઇ સાથે સહયોગ સાધીને રોકાણકારો માટે ડિજિટલ એસેટનું નવું વર્ગીકરણ પૂરું પાડવાનું નક્કી કર્યું છે.

આ અગાઉ  3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.1 ટકા (643 પોઇન્ટ) વધીને 31,449 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,806 ખૂલીને 31,518ની ઉપલી અને 30,294 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
30,806 પોઇન્ટ 31,518 પોઇન્ટ 30,294 પોઇન્ટ 31,449 પોઇન્ટ
ડેટાનો સમયઃ 3-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)