મેં કોઈ ભૂલ નથી કરી, મારા બાળકના એક સામાન્ય પિતા છેઃ નુસરત

કોલકાતાઃ બંગાળી એક્ટર અને રાજકારણી નુસરત જહાંએ માતૃત્વ વિશે ખૂલીને વાત કરી હતી અને તેણે પોતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. તેણે પોતાના ચેટ શોમાં ઇશ્ક વિથ નુસરતમાં બોલતાં કહ્યું હતું કે તે સિંગલ મધર નથી, પણ તેના પુત્ર યિશાન પાસે એક નોર્મલ પિતા છે અને તે એક નોર્મલ માતા છે. નુસરતે ગર્ભાવસ્થા દરમ્યાન તેના શરીરમાં થતા હોર્મોનલ ફેરફાર વિશે પણ જણાવ્યું હતું.

ઇશ્ક FM દ્વારા યુટ્યુબ પર વિડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં નુસરત જહાંએ 2021માં સોશિયલ મિડિયા યુઝરે પૂછેલા સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે એ સૌથી સાહસિક નિર્ણય હતો. માતૃત્વનો નિર્ણય સૌથી સાહસિક નિર્ણય હતો અને એ મારી જિંદગી છે અને મેં નિર્ણય લીધો હતો. , એમ તેણે કહ્યું હતું. મેં કોઈ ભૂલ નહોતી કરી. તેણે માતા બનવાના નિર્ણયને સાચો અને સમજદારીભર્યો ગણાવ્યો હતો. કેટલાય લોકોએ બહુબધી વાતો કરી હદતી, પણ આજે હું એ વિશે બોલી રહી છું. હું બહુ બોલ્ડ રહી છું અને મને માતા બનવાના નિર્ણયે બહુ ગર્વ છે.

મારી ગર્ભાવસ્થા વખતે જોકોઈ છોડ મરી જાય તોપણ હું રડતી હતી. મારા શરીરમાં હોર્મોનલ ફેરફારને કારણે  હસતીઅને રડતી હતી. મને સવારે ત્રણ કલાકે કેળાં ખાવાની ઇચ્છા થતી હતી. જોકે એ એક એવું ફળ છે, જે મેં મારા જીવનમાં ક્યારેય ખાધું નથી.