સિંગર અલ્ફાસ પર જીવલેણ હુમલાથી હની સિંહ ગુસ્સામાં

ચંડીગઢઃ સિદ્ધુ મૂસેવાલા પછી હવે જાણીતા સિંગર અલ્ફાસ પર  જીવલેણ હુમલો થયો છે. અલ્ફાસને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સિંગર અલ્ફાસ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. રેપર હની સિંહે ઇન્સ્ટાગ્રામ પર અલ્ફાસની ફોટો શેર કરી છે, જેમાં તે ગંભીર હાલતમાં હોસ્પિટલના બેડમાં સૂતલો જોવા મળે છે.

સિંગર અલ્ફાસ પર થયેલા હુમલાથી રેપર હની સિંહ ઘણો નારાજ છે, તેણે ફોટો શેર કરીને પોસ્ટમાં લખ્યું છે કે હું તેને છોડીશ નહીં. હની સિંહની પોસ્ટથી લાગી રહ્યું છે કે તે મિત્ર પર થયેલા હુમલાથી ઘણો ગુસ્સામાં છે. અલ્ફાસને માથામાં ઇજા થઈ છે અને તેની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. તેને સારવાર માટે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. શનિવારે રાત્રે જ્યારે તે મિત્રો સાથે જમવા માટે એક ઢાબામાં ગયો હતો, ત્યારે ઢાબાના માલિક અને એક ગ્રાહક વચ્ચે પૈસાને લઈને વાદવિવાદ થયો હતો. જ્યારે એ ગ્રાહક ત્યાંથી ભાગી રહ્યો હતો, ત્યારે અલ્ફાસે તેને પકડી લીધો હતો. જેથી ગુસ્સે ભરાયેલા ગ્રાહકે અલ્ફાસને પકડી લીધો હતો અને તેની પર હુમલો કરી દીધો હતો.આ હુમલો કરનાર શખસનું નામ વિશાલ જાણવા મળ્યું છે. મોહાલી પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. અલ્ફાસની ટીમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પોલીસે વિક્કીની સામે કેસ નોંધી લીધો છે. અલ્ફાસનું અસલી નામ અનમજોત સિંહ પવાર છે. ચંડીગઢમાં જન્મેલો અલ્ફાસ પંજાબી સિંગર છે. તે સિંગરની સાથે એક્ટર અને મોડલ પણ છે.