નવી દિલ્હીઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયના આશરે બે મહિના બાદ કેન્દ્ર સરકારે આનાથી સંબંધિત તમામ મામલા જોવા માટે એક અલગ ડેસ્ક બનાવ્યું છે. આની અધ્યક્ષતા એડિશનલ સેક્રેટરી સ્તરના અધિકારી કરશે. ગૃહમંત્રાલયે કહ્યું કે, અયોધ્યા મામલો અને કોર્ટના નિર્ણય સાથે જોડાયેલા મામલાનો ત્રણ અધિકારી જોશે. આ ટીમનું નેતૃત્વ એડિશનલ સેક્રેટરી જ્ઞાનેશ કુમાર કરશે. અયોધ્યા વિવાદ પર 9 નવેમ્બરના ઐતિહાસિક નિર્ણય બાદ સરકારનું આ પગલું મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં વિવાદિત જમીન પર રામ મંદિરના નિર્માણની મંજૂરી આપી દીધી છે. આ સીવાય કોર્ટે કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણ માટે 3 મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવા અને 5 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને આપવાનો આદેશ આપ્યો છે. હવે જ્ઞાનેશ કુમારની આગેવાનીમાં ગૃહ મંત્રાલયનું નવું ડેસ્ક અયોધ્યા સાથે જોડાયેલા મામલાઓ જોશે.