ગ્લેશિયર કે હિમ-સ્ખલનઃ DRDOની ટીમ તપાસ કરશે

દહેરાદૂનઃ દહેરાદૂન સ્થિત વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલિયન જિયોલોજીના ડિરેક્ટર ડો. કલાચંદ સૈને કહ્યું હતું કે ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યું, હિમ સ્ખલન થયું કે પછી ભૂસ્ખલન કે પછી અંદરનું ઝરણું તૂટ્યું- એની તપાસ કરવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોની ટીમ ત્યાં પહોંચી ચૂકી છે તથા આગામી કેટલાક દિવસોમાં ઇન્સ્ટિટ્યૂટ ઉપલબ્ધ પુરાવાને આધારે નિષ્કર્ષ પર પહોંચશે.

પ્રારંભિક માહિતીમાં કેટલાય પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા અમે પાંચ વૈજ્ઞાનિકોની એક ટીમ રૈણી ગામ મોકલવામાં આવી છે. આ ટીમ સોમવારે પહોંચી ચૂકી છે તથા તેણે આંકડા એકત્ર કરવા શરૂ કર્યા છે. હકીકતમાં રવિવારે ત્યાં શું થયું- હજી કોઈ નક્કર કારણે પહોંચી નથી શકાયું. આ ઘટનાનમાં એક અથવા વધુ કારણ પણ હોવાની શક્યતા છે, એમ તેમણે કહ્યું હતું.

શિયાળામાં બરફ સખત રહે છે, એટલે એના તૂટવાની સંભાવના ઓછી રહે છે, જ્યારે ગરમી અને વરસાદની સીઝનમાં બરફ નરમ રહે છે- એટલા માટે આ પ્રકારે આશંકા વધુ રહે છે. સંસ્થા ગ્લેશિયરો પર શોધ કરી રહી છે, કેમ કે હજી પણ ઊંચાં ગ્લેશિયરો સુધી પહોંચવું મુશ્કેલ છે. તાપમાન વધતાં કેટલાંક ગ્લેશિયરો પર વૈજ્ઞાનિકો જાય છે તથા એની દેખરેખ કરે છે, એમ તેમણે કહ્યું હતું. ગ્લેશિયરો પર વધુ સૂચનાઓ ઉપગ્રહથી પ્રાપ્ત આંકડાઓથી હાંસલ થાય છે. જોકે વાસ્તવિક આંકડાનો ભારે ઘટાડો છે. રવિવારની ઘટનાને લઈને ઉપગ્રહોના ફોટા પણ શોધવામાં આવે છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ની ચડીગઢ સ્થિત સ્નો એન્ડ એવલોન્ચ સ્ટડી એસ્ટાબ્લિશમેન્ટ (SASE)ના વૈજ્ઞાનિકોની એક ટીમ પણ ચમોલી પહોંચી છે. આ સંસ્થા એવલોન્ચ પર અભ્યાસ કરે છે તથા સેના માટે પણ કાર્ય કરે છે.