લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે આજે 1લી મેના રોજથી દેશમાં મતદાન થઈ રહ્યું છે. આજે સાંજે છેલ્લા અને સાતમાં તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે. એક્ઝિટ પોલ પહેલા ઓઈલ ગેસ કંપનીઓ કોમર્શિલ સિલિન્ડર ધારકોને ભેટ આપી છે. દેશમાં ગેસ સિલિન્ડરની કિંમતો અપડેટ કરવામાં આવી છે. દેશની ઓઈલ કંપનીઓએ સતત ત્રીજા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.
દેશમાં એક બાજુ લોકસભા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો બીજી બાજું ઓઈલ ગેસ કંપનીઓએ સતત ત્રીજા્ મહિને ગેસ સિલિન્ડરની કિંમતો ઘટાડ્યા છે. અગાઉ મે મહિનામાં ત્રણ મહિનામાં દેશના ચારેય મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 119 રૂપિયાથી 124 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો. જ્યારે જૂન મહિનામાં કોમર્શિયસલ ગેસ સિલિન્ડરના ભાવ 70 રૂપિયાથી 72 રૂપિયા ઓછા થયા છે. ઉલ્લેખનીય છે કે કોમર્શિયસલ ગેસ સિલિન્ડર સાથે ઘરેલું ગેસ સિલિલન્ડરની કિંમતો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
IOCL તરફથી મળતી માહિતી અનુસાર દેશના ચાર મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હી અને મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 69.5 રૂપિયા સસ્તો થયો છે. જેથી હવે દિલ્હી અને મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1676 રૂપિયા અને 1629 રૂપિયા થઈ ગઈ છે. બીજી બાજુ કોલકાતામાં લગભગ 72 રૂપિયાનો ઘટાડો થયો છે. જેના કારણે ભાવ 1787 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જ્યારે ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો 70.5 ઘટીને 1840.50 રૂપિયા થઈ ગઈ છે.
કોમર્શિયલ ગેસની કિંમતોમાં ઘટાડાની હેટ્રિક
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત ત્રીજી વખત ઘટાડો આવ્યો છે. સૂત્રો અનુસાર મળતી માહિતી પ્રમાણે ત્રણ મહિનામાં કોલકાતામાં સૌથી વધુ રૂપિયા 124નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીમાં 119 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો મુંબઈ અને ચેન્નાઈમાં 120 રૂપિયાનો ઘટાડો થયો છે.