સરકાર બનતાં મહિલાઓને બસોમાં મફત પ્રવાસની સુવિધાઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કર્ણાટકમાં 10 મેએ થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે પાંચમા ચૂંટણી વચનની જાહેરાત કરી છે. પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા પર જાહેર પરિવહન બસોમાં મહિલો માટે મફત પ્રવાસનું વચન આપ્યું છે. તેઓ પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર કરવા માટે ઉડ્ડુપી અને દક્ષિણ કન્નડ જિલ્લામાં પહોંચ્યા હતા.

કોંગ્રેસ નેતાએ વડા પ્રદાન નરેન્દ્ર મોદી પર એ નિવેદન પર નિશાન સાધ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પોતાના વચનો પૂરાં નહીં કરે. તેમણે લકોને કહ્યું હતું કે અમે તમને ચાર ગેરંટી આપીએ છીએ અને એને પહેલા દિવસે પહેલી કેબિનેટ બેઠકમાં લાગુ કરવામાં આવશે અને એમાં પાંચમી ગેરન્ટી પણ જોડી રહ્યા છીએ, જે મહિલાઓ માટે હશે.

મોદીજી ધ્યાનથી સાંભળો. કોંગ્રેસ સત્તામાં આવતાં જ પહેલા દિવસે પાંચમી ગેરન્ટી પણ લાગુ થઈ જશે. રાજ્યમાં જાહેર પરિવહનની બસોમાં મહિલાઓ મફત પ્રવાસ કરી શકશે. ભાજપના લોતો 40 ટકા કમિશનની સાથે રાજ્યની મહિલાઓ પાસેથી પૈસા લૂંટ્યા છે. આ તમારું કામ છે,મ જ્યારે અમારું કામ રાજ્યની મહિલાઓને રાજ્યના પૈસા આપવાનું છે. એટલા માટે ચૂંટણી જીત્યાના તરત પછી જ્યારે પણ તમે કોઈ મહિલાને મળો તો તેમણે બસ પ્રવાસ માટે એક રૂપિયો ચૂકવવાની જરૂર નથી. તેમણે મતદાતાઓને રાજ્યમાં ભાજપને 40 બેઠકો સુધી સીમિત કરવાની અપીલ કરી હતી. ભાજપે ચોરીને આદત બનાવી છે અને એ યુવાઓ, ખેડૂતો અને માછીમારો સહિત બધા વર્ગોના લોકો સાથે વિશ્વાસઘાત કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.