નવી દિલ્હી– ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ (IRSDC) એ ફ્રાંસીસી રાષ્ટ્રીય રેલવે (SNCF) અને ફ્રાંસીસી વિકાસ એજન્સી (AFD) સાથે ત્રિપક્ષીય કરાર કર્યા છે. આ કરાર હેઠળ ભારતમાં રેલવે સ્ટેશનોના વિકાસ કાર્યક્રમ માટે ક્ષમતા નિર્માણ અર્થે 7 લાખ યૂરોનું અનુદાન ફાળવાશે.
આ કરાર પર રેલવે રાજ્ય પ્રધાન સુરેશ અંગાડી,યૂરોપ તથા ફ્રાંસના વિદેશ બાબતોના રાજ્યપ્રધાન જીન બેપ્ટિસ્ટ લેમોયને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતાં.
ભારતીય રેલવેએ તેમના એક નિવેદનમાં કહ્યું કે, આ કરાર હેઠળ AFD, ભારતમાં રેલવે સ્ટેશન વિકાસ કાર્યક્રમ માટે ક્ષમતા નિર્માણમાં મદદરૂપ થવાના ભાગરૂપે IRSDC ના ટેકનિકલ ભાગીદાર તરીકે SNF હબ્સ અને જોડાણના માધ્યમથી 7 લાખ યૂરો સુધીનું અનુદાન આપવા માટે સહમત થયા છે. આને કારણે IRSDC કે ભારતીય રેલવે પર કોઈ નાણાંકીય બોજો નહીં પડે.