સંભલમાં બહારના લોકોના પ્રવેશ પર 10 ડિસેમ્બર સુધી પ્રતિબંધ

સંભલઃ જિલ્લામાં 24 નવેમ્બરે સર્વે દરમ્યાન હિંસાનો મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ જિલ્લામાં બહારી લોકોના પ્રવેશ પર રોક મૂકી દેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે બહારની વ્યક્તિઓના પ્રવેશ પર 10 ડિસેમ્બર સુધી રોક લગાવી દીધી છે.

કોંગ્રેસના પ્રદેશાઅધ્યક્ષ અજય રાયે સંભલ મામલાની માહિતી મેળવવા માટે એક પ્રતિનિધિ મંડળ બીજી ડિસેમ્બરે ત્યાં જશે. આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં સંભલ હિંસા કેસની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને કોઈ નિર્ણય ન લેવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે શાંતિ અને વ્યવસ્થા કાયમ રહેવી અને વહીવટી તંત્ર એ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરે.કોર્ટે અરજદારને હાઈકોર્ટમાં જવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે આ મામલામાં નીચલી કોર્ટના આદેશ સામે કેટલાક વાંધાઓ છે. હાઈકોર્ટની પરવાનગી વગર કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં. કોર્ટે અરજદારને પૂછ્યું કે તમે હાઈકોર્ટમાં કેમ ન ગયા?