ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે શનિવારે જાહેર થયા છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપે પગ પેસારા કરવા માટે ખુબ મહેનત કરી હતી, અને તેનું પરિણામ પણ દેખાઈ રહ્યું છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ અને ગઠબંધનને બહુમતી મળી છે અને આ બે રાજ્યોમાં ભાજપ ગઠબંધનની સરકાર રચાશે, જ્યારે મેઘાલયમાં કોંગ્રેસ તરફી મતદારોનો ઝોક રહ્યો છે. તેમ છતાં ભાજપે જાહેર કર્યું છે તેઓ મેઘાલયમાં સરકાર રચવાનો દાવો કરશે. ત્રિપુરા વિધાનસભા
ત્રિપુરામાં ભાજપને 43 બેઠક મળી છે, જ્યારે ડાબેરીઓને 16 બેઠક મળી છે. કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. અગાઉ 2013માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી, ત્યારે ત્રિપુરામાં ડાબેરીઓ 49 બેઠકો પર વિજયી થયા હતા, કોંગ્રેસને 10 બેઠક મળી હતી, અને ભાજપને એક પણ બેઠક મળી નથી. આમ ભાજપે 25 વર્ષ જૂનુ ડાબેરીઓનું શાસન ઉખેડી નાંખ્યું છે. ભાજપને 36 બેઠક મળી, અને તેમનો સાથી પક્ષ ઈન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા સાથે મળીને કુલ 43 બેઠકો પર જીત મેળવી છે.
મેઘાલય વિધાનસભા
મેઘાલયમાં કોંગ્રેસને 21 બેઠકો પર જીત મળી છે. ભાજપ 2 બેઠકો અને અન્ય 17 બેઠકો પર વિજય થયા છે. કોંગ્રેસ મોટા પક્ષ તરીકે ઉભરીને આવ્યો છે. તે બીજી વખત સરકાર રચવાનો દાવો કરશે. 2013માં થયેલી ચૂંટણી વખતે કોંગ્રેસને 28 બેઠકો પર જીત મળી હતી, અને એનપીપીને 2 બેઠક પર જીત મળી હતી. 2018ની ચૂંટણીમાં યુડીપીને 8 અને અન્યને 9 બેઠક મળી છે, નવી સરકાર રચવા માટે આ બે ખુબ મહત્વના પુરવાર થશે.
નાગાલેન્ડ વિધાનસભા
નાગાલેન્ડમાં ભાજપને 29 બેઠકો અને એનપીએફને 29 બેઠકો મળી છે. કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી નથી, અન્યને 2 બેઠકો મળી છે. 2013ના પરિણામ પર એક નજર કરીએ તો ભાજપને 38 બેઠકો, એનપીએફને 1 બેઠક અને કોંગ્રેસને 8 બેઠક મળી હતી. 2018માં યોજાયેલી ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. 60 બેઠકોની વિધાનસભામાં ભાજપ અને ગઠબંધન સાથેના પક્ષને 29 બેઠકો અને એનડીપીપીને 29 બેઠકો મળી છે, હવે આમાં અન્યની બે બેઠકો મહત્વની પુરવાર થશે. પણ નાગાલેન્ડમાં ભાજપ અને સાથી પક્ષની સરકાર બનશે.
ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષના ડાબેરીઓના શાશનનો અંત આવ્યો છે.
ત્રણેય રાજ્યોમાં 59-59 બેઠકો માટેનું મતદાન થયું હતું, અને આજે 59 બેઠકોનું પરિણામ આવી રહ્યું છે.
ડાબેરી સરકારમાં વિકાસનો અભાવ, નિષ્ફળતાનું કારણ
ત્રિપુરામાં પરિવર્તન માટે કોઈ કસર નહી છોડીએઃ પીએમ નરેન્દ્ર મોદી
મેઘાલયમાં કોંગ્રેસને સફળતા મળી છે.
અમને મેઘાલયમાં સ્પષ્ટ બહુમતી મળી છે. પણ અમારી ત્રિપુરા અને નાગાલેન્ડમાં પીછેહઠ થઈ છે, અમે તેના પર ચિંતન કરીશુઃ અહેમદ પટેલ, કોંગ્રેસ
ત્રિપુરામાં ઐતિહાસિક જીત મળી છે, મેઘાલયમાં સફળતા મળી છે, લેફ્ટ દેશ માટે કોઈપણ હિસ્સામાં ‘રાઈટ’ નથીઃ અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ
આ જીત 2019નું ટ્રેલર છેઃ અમિત શાહ, ભાજપ પ્રમુખ
ત્રિપુરા અને નાગાલેન્ડમાં કોંગ્રેસનો દેખાવ ખુબ નબળો
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓને શિંલોંગ મોકલ્યા
ત્રિપુરા ચૂંટણીના પરિણામો ક્રાંતિકારી છે, 40થી વધુ બેઠકો જીતીને અમે સરકાર બનાવીશું, ભાજપના કાર્યકર્તાઓની ભૂમિકા ખુબ અભિનંદનને પાત્ર છેઃ રામ માધવ અગરતલાથી
નાગાલેન્ડમાં ભાજપ સહયોગી પાર્ટી સાથે બહુમતી તરફ
ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપને ભવ્ય જીત મળતાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ દિલ્હી સ્થિત પક્ષના મુખ્યકાર્યલય પર આવીને ઉજવણી કરી હતી
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યુ કે શૂન્યથી શિખર સુધી પહોંચ્યા, ભાજપના તમામ કાર્યકરો અને જનતાનો આભાર માન્યો અને ઉપરાઉપરી 6-7 ટ્વીટ કરી દીધા હતા.વિધાનસભાની ચૂંટણીના પરિણામનું અપડેટ્સ
સાંજે 7.15 વાગ્યે
- નાગાલેન્ડમાં એનડીપીપી અને ભાજપ 29 બેઠક પર વિજયી, એનપીએફની 27 બેઠક અને અન્ય 2 બેઠક પર જીત, અન્ય 1 બેઠક પર લીડમાં છે
- મેઘાલયમાં કોંગ્રેસ 21 બેઠકો પર વિજયી, એનપીપી 19 બેઠક, ભાજપ 2 બેઠક અને અન્ય 17 બેઠક પર વિજયી
- ત્રિપુરામાં ભાજપ અને આઈપીએફટી 3 બેઠક પર લીડમાં અને 40 બેઠક પર વિજયી જાહેર
- ત્રિપુરામાં ડાબેરીઓ 4 બેઠક પર લીડમાં અને 12 બેઠક પર વિજયી જાહેર, અન્ય 1 બેઠક પર લીડમાં છે
3.45 વાગ્યે
- ત્રિપુરામાં ભાજપ 17 બેઠક અને લેફ્ટ 08 બેઠક પર આગળ
- ત્રિપુરામાં ભાજપ 26 બેઠક અને લેફ્ટ 08 બેઠક પર વિજયી જાહેર
- નાગાલેન્ડમાં એનપીએફ 08 બેઠક અને એનડીપીપી 06 બેઠક પર આગળ
- નાગાલેન્ડમાં એનપીએફ 22 બેઠક અને એનડીપીપી 21 બેઠક વિજયી જાહેર
- મેઘાલયમાં કોંગ્રેસ 01 બેઠક, ભાજપ 00 બેઠક અને એનપીપી 01 બેઠક પર આગળ
- મેઘાલયમાં કોંગ્રેસ 20 બેઠક, ભાજપ 02 બેઠક અને એનપીપી 17 બેઠક પર વિજયી જાહેર
12.15 વાગ્યે
- ત્રિપુરામાં ભાજપ 41 બેઠક અને લેફ્ટ 16 બેઠક પર આગળ
- ત્રિપુરામાં ભાજપ 1 બેઠક પર વિજયી જાહેર
- નાગાલેન્ડમાં એનપીએફ 22 બેઠક અને એનડીપીપી 31 બેઠક પર આગળ
- નાગાલેન્ડમાં એનડીપીપી 2 બેઠક વિજયી જાહેર
- મેઘાલયમાં કોંગ્રેસ 18 બેઠક, ભાજપ 6 બેઠક, એનપીપી 11 બેઠક પર આગળ
- મેઘાલયમાં કોંગ્રેસ 5 અને કોંગ્રેસ 1 બેઠક, એનપીપી 3 બેઠક પર વિજયી જાહેર
11.45 વાગ્યે
- ત્રિપુરામાં ભાજપ 42 બેઠક અને લેફ્ટ 16 બેઠક પર આગળ
- નાગાલેન્ડમાં એનપીએફ 24 બેઠક અને એનડીપીપી 31 બેઠક પર આગળ
- મેઘાલયમાં કોંગ્રેસ 19 બેઠક, ભાજપ 7 બેઠક, એનપીપી 10 બેઠક પર આગળ
11.15 વાગ્યે
- ત્રિપુરામાં ભાજપ 38 બેઠક અને લેફ્ટ 21 બેઠક પર આગળ
- નાગાલેન્ડમાં એનપીએફ 26 બેઠક અને એનડીપીપી 29 બેઠક પર આગળ
- મેઘાલયમાં કોંગ્રેસ 26 બેઠક, ભાજપ 6 બેઠક, એનપીપી 11 બેઠક પર આગળ
10.55 વાગ્યે
- ત્રિપુરામાં ભાજપ 35 બેઠક પર આગળ, અને લેફ્ટ 24 બેઠક પર આગળ
- મેઘાલયમાં કોંગ્રેસ 23 બેઠક પર આગળ, ભાજપ 5 અને એનપીપી 14 બેઠક પર આગળ
- નાગાલેન્ડમાં એનપીપીએફ 28 બેઠક પર આગળ અને એનડીપીપી 29 બેઠક પર આગળ
10.15 વાગ્યે
- ત્રિપુરામાં ભાજપ અને લેફ્ટ વચ્ચે કાંટાની ટક્કર છે
- ત્રિપુરામાં લેફ્ટ 31 બેઠક અને ભાજપ 24 બેઠક પર આગળ
- મેઘાલયમાં કોંગ્રેસ 20 બેઠક, ભાજપ 6 બેઠક અને એનપીપી 13 બેઠક પર આગળ
- નાગાલેન્ડમાં એનપીએફ 29 બેઠક, એનડીપીપી 23 બેઠક અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ