દિલ્હી જળ બોર્ડના મામલામાં EDના દરોડા: રૂ. 41 લાખ જપ્ત

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી જળ બોર્ડ (DJB)થી જોડાયેલા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ભ્રષ્ટાચાર મામલે દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદમાં કેટલાંય સ્થળોએ દરોડા પાડ્યા હતા. એન્ટિ કરપ્શન બ્યુરો (ACB), GNCTD, નવી દિલ્હી દ્વારા નોંધાવવામાં આવેલી FIRને આધારે EDની તપાસમાં દિલ્હીમાં 10 STPના અપગ્રેડેશનમાં રૂ. 1943 કરોડના કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આ FIRમાં યુરોટેક એન્વાયર્નમેન્ટલ પ્રા. લિ. નામની કંપની અને અન્ય પર વધેલા દરો પર ટેન્ડર હાંસલ કરવા માટે મિલીભગત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેનાથી સરકારી તિજોરીને ઘણું નુકસાન થયું છે.

આ દરોડામા રૂ. 41 લાખ રોકડ, વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળ્યા છે. EDએ આગળની તપાસ માટે આ સામગ્રીને જપ્ત કરી છે. આ મામલે ચાર ટેન્ડર સામેલ છે, જેની કિંમત રૂ. 1943 કરોડ છે, જે ઓક્ટોબર, 2022માં ત્રણ સંયુક્ત ઓદ્યૌગિક સંસ્થાઓને આપવામાં આવ્યા હતા. EDને તપાસ કરતાં જણાયું હતું કે આ ટેન્ડરો વધેલા દરોએ આપવામાં આવ્યા હતા અને DJB દ્વારા અપનાવવામાં આવેલા અપનાવવામાં આવેલા ખર્ચની રકમ ઓછી હતી, જ્યારે અપગ્રેડેશનનો ખર્ચ ઓછો હતો.

આ તપાસમાં માલૂમ પડ્યું હતું કે ત્રણે સંયુક્ત ઓદ્યૌગિક સંસ્થાઓએ ટેન્ટર માટે તાઇવાનના એક પ્રોજેક્ટથી જારી એક અનુભવ સર્ટિફિકેટ જારી કર્યું હતું. આ સિવાય ત્રણે કંપનીઓએ મેસર્સ યુરોટેક એન્વાયર્નમેન્ટ પ્રા. લિ.ને પેટા કોન્ટ્રેક્ટ આપ્યો હતો.

ED કથિત કૌભાંડમાં DJB અધિકારીઓ, સંયુક્ત ઉદ્યમી કંપનીઓ અને મેસર્સ યુરોટેક એન્વાયર્નમેન્ટ પ્રા. લિ.ની ભૂમિકાની તપાસ કરી રહી છે. EDએ આ મામલે મની લોન્ડરિંગ કેસ પણ નોંધ્યો છે. EDના જણાવ્યાનુસાર પ્રારંભમાં આ ટેન્ડરનો ખર્ચ રૂ. 1546 કરોડ હતો, પરંતુ ટેન્ડરિંગ પ્રક્રિયા દરમ્યાન એને વધારીને રૂ. 1943 કરોડ કરી દેવામાં આવ્યો હતો.