મોદીની તસવીરો-હોર્ડિંગ્સ દૂર કરવાનો પેટ્રોલ પમ્પ્સને આદેશ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે પેટ્રોલ પમ્પ્સને આદેશ આપ્યો છે કે તેઓ 72-કલાકની અંદર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો ધરાવતા હોર્ડિંગ્સ દૂર કરે, કારણ કે પાંચ રાજ્યોમાં આ મહિનાના અંતભાગમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એ માટેની આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.

પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે આ રાજ્યોના તમામ પેટ્રોલ પમ્પ્સને આદેશ આપ્યો છે કે તેઓ વડા પ્રધાન મોદીના ચિત્રો-તસવીરો દર્શાવતી કેન્દ્ર સરકારી યોજનાઓને લગતા હોર્ડિંગ્સ 72-કલાકમાં દૂર કરે. પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ કરેલી ફરિયાદને પગલે ચૂંટણી પંચે આ પગલું ભર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]