નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના વીજ કર્મચારીઓની ત્રણ દિવસ સુદી ચાલેલી હડતાળથી રાજ્યમાં વીજ સંકટ બનેલું હતું. વીજ ગ્રાહકોને જ્યાં ભારે મુશ્કેલીઓની વેઠવી પડી હતી તો રાજ્ય સરકારને રૂ. 20,000 કરોડનું નુકસાન થયું હતું. વીજ કર્મચારીઓની હડતાળથી નારાજ અલાહાબાદ કોર્ટે કહ્યું હતું કે કેમ ના કર્મચારીઓના પગાર અને ભથ્થાંથી નુકસાનની ભરપાઈ કરવામાં આવે? વીજ ઉપભોક્તાઓએને થયેલા નુકસાન ભરપાઈ માટે ઉપભોક્તા પરિષદે રૂ. 700 કરોડનું વળતર માગ્યું છે.
UPના વીજ કર્મચારીઓ વિવિધ માગોને લઈને આ સપ્તાહે આંદોલનરત થઈ ગયા હતા, જેનાથી વીજ સંકટ ઊભું થયું હતું. સરકારની ચેતવણી પછી પણ કર્મચારીઓએ હડતાળ ખતમ નહીં કરવા પર વીજપ્રધાન એકે શર્માએ કડક સંદેશ આપતાં FIR નોંધવા માટે કહ્યું હતું.ગઈ કાલે 65 કલાક પછી હડતાળ ખતમ થઈ ગઈ છે, પણ આ હડતાળ પર અલાહાબાદ હાઇકોર્ટે ઘટનાની ગંભીરતા પર આકરી ટિપ્પણી કરી હતી.
કોર્ટની આકરી ટિપ્પણી
અલાહાબાદ હાઇકોર્ટે કર્મચારી નેતાઓને વોરંટ જારી કરીને કોર્ટમાં હાજર થવા માટે આદેશ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર કર્મચારી યુનિયનના નેતા કોર્ટમાં હાજર થયા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પ્રીતિકર દિવાકર અને જસ્ટિસ એસડી સિંહની ખંડપીઠે કર્મચારી નેતાઓની હડતાળ પર જવાની નિંદા કરી હતી. પીઠ કહ્યું હતું કે તેમને આભાસ નથી કે તેમના હડતાળ પર જવાથી જનતા અને સરકારને કેટલું નુકસાન થયું છે. પીઠે કહ્યું હતું કે કર્મચારી નેતાઓને કહ્યું હતું કે કેમ ના તમારા પગાર અને ભથ્થાંથી નુકસાનની ભરપાઈ કરવામાં આવે?