નવી દિલ્હીઃ કેન્દ્રિય પ્રધાનમંડળે ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ (ડીપીડીપી) ખરડા, 2023ના મુસદ્દાને આજે મંજૂરી આપી દીધી છે. આ સાથે સંસદના આગામી ચોમાસું સત્રમાં તેને રજૂ કરવાનો માર્ગ મોકળો થયો છે.
આ ખરડામાં તેના નિયમોના પ્રત્યેક ઉલ્લંઘન બદલ સંબંધિત કંપનીને રૂ. 250 કરોડ સુધીની પેનલ્ટી ફટકારવાની જોગવાઈ છે. આ ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરશે તે પછી નાગરિકોને એમના અંગત ડેટાની ચોરી કરનાર કંપનીને સિવિલ કોર્ટમાં ઢસડી જઈને એની પાસેથી વળતર માગવાનો અધિકાર મળશે.
સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાવાનું છે.