દેશમાં ડેન્ગ્યુ બેકાબૂઃ રાજ્યોમાં કેસો 50,000ને પાર

નવી દિલ્હીઃ દેશનાં કેટલાંય રાજ્યોમાં ડેન્ગ્યુનો કહેર વધતો જાય છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઓડિશા અને જમ્મુ-કાશ્મીર સહિત કેટલાંય રાજ્યોમાં લોકોની હાલત ડેન્ગ્યુથી ખરાબ થઈ રહી છે. મધ્ય પ્રદેશમાં ડેન્ગ્યુના 11,000 કેસ પાર થઈ ચૂક્યા છે, જ્યારે યુપીમાં 2016 પછી વર્ષે ડેંગ્યુના સૌથી વધુ કેસ મળ્યા છે. અનેક રાજ્યોમાં ડેન્ગ્યુના કેસો સતત વધી રહ્યા છે.

ડેન્ગ્યુ એક પ્રકારે વાઇરસ છે, જે એડીઝ મસ્છરના કરડવાથી થાય છે. ડેન્ગ્યુના મચ્છર દિવસમાં જ કરડે છે. અને આ મચ્છરોનો પ્રકોપ વરસાદ પછી વધી જાય છે.

હરિયાણામાં ડેન્ગ્યુના કેસો બેકાબૂ થઈ રહ્યા છે. અહીં ડેન્ગ્યુથી મોતનો આંકડો ચારે પહોંચ્યો છે. વળી, હરિયાણામાં અનેક જિલ્લાઓમાં ડેન્ગ્યુના કેસો બેકાબૂ થયા છે અને રાજ્યમાં ડેન્ગ્યુનો આંકડો આશરે 9000ને પાસ પહોંચ્યો છે.

ઉત્તર પ્રદેશના એકલા મેરઠમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 1550એ પાર પહોંચી છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં આઠ વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 25,800 ડેન્ગ્યુના કેસ મળી ચૂક્યા છે. સૌથી વધુ કેસ ફિરોજાબાદમાં 5700 કેસ મળ્યા છે, જ્યારે લખનઉ બીજા ક્રમાંકે છે.

ગુજરાતમાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય કેસ નોંધાયા છે. ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, હિપેટાઇટિસના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં ૧૩,૦૦૦થી વધુ ઓપીડી આવી છે અને જેમાં કુલ ૩૧૪૮ ઓપીડી નોંધવામાં આવી છે.