નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં હવે EDએ આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય દુર્ગેશ પાઠકને સમન્સ પાઠવ્યા છે. ગોવા વિધાનસભા ચૂંટણીમાં તેઓ પાર્ટીના ઇનચાર્જ હતા. આ સાથે EDએ મુખ્ય મંત્રી કેજરીવાલના પ્રાઇવેટ આસિસ્ટન્ટ (PA) વિભવકુમારથી પણ પૂછપરછ કરી રહી છે. ત્યાર બાદ દુર્ગેશ પાઠકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની લિકર પોલીસ સંબંધિત કેસમાં 21 માર્ચે એજન્સીએ ધરપકડ કરી હતી. એજન્સી આ કેસમાં તેમને કિંગપિન માની રહી છે.
ED વિભવકુમારથી લિકર કેસમાં કેટલાક દસ્તાવેજોની તપાસ કરી રહી છે. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે સાઉથ ગ્રુપે હવાલાના માધ્યમથી રૂ. 45 કરોડની લાંચ લીધી હતી. આમ આદમી પાર્ટીએ આ પૈસાનો ઉપયોગ આપ પાર્ટીએ વર્ષ 2021-22માં ગોવા વિધાનસભા ચૂંટણીના સમયે ચૂંટણી કેમ્પેન માટે કરવામાં આવ્યો હતો.
દિલ્હીના લિકર કેસમાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ CM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈન જેલમાં છે. આ કેસમાં આપ પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ સુપ્રીમ કોર્ટથી જામીન મળ્યા પછી છ મહિના પછી જેલથી બહાર નીકળ્યા છે. ED દિલ્હીના મંત્રી કૈલાશ ગહેલોતથી પણ પૂછપરછ કરી ચૂકી છે. આપ પાર્ટીના વધુ નેતા આ લિકર કેસ મામલે EDની રડાર પર છે.