કૂનો નેશનલ પાર્કમાં સ્થાનાંતરિત દક્ષિણ આફ્રિકી ચિત્તાનું મોત

 ભોપાલઃ દક્ષિણ આફ્રિકાથી મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્ક (KNP)માં લાવવામાં આવેલા એક ચિત્તાનું ગઈ કાલે મોત થયું છે. આ મૃતક ચિત્તા ઉદયની ઉંમર છ વર્ષની હતી. આશરે એક મહિના પહેલાં KNPમાં આ પ્રકારની બીજી ઘટના છે. આ પહેલાં નામિબિયા ચિત્તા સાશાનું 27 માર્ચે કિડનીમાં થયેલા ઇન્ફેક્શનને કારણે મોત થયું હતું.

સારવાર દરમ્યાન સાંજે ચાર કલાકની આસપાસ ચિત્તાનું મોત થયું હતું, એમ પ્રિન્સિપલ ચીફ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) વાઇલ્ડલાઇઝ JS ચૌહાણે કહ્યું હતું. એક અન્ય વન અધિકારીએ જણાવ્યું હતું કે મૃત ચિત્તાની ઓળખ ઉદય તરીકે કરી હતી.

સવારે ઇન્સ્પેક્શનમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા એક ચિત્તાને સુસ્ત જોવામાં આવ્યો હતો, જે પછી પાર્કમાં ઉપસ્થિત પશુ ડોક્ટરોએ વરિષ્ઠ અધિકારીઓને સતર્ક કર્યા હતા અને સારવાર માટે એને બહાર કાઢ્યો હતો.

વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે 72મા જન્મદિને આઠ નામિબિયા ચિત્તાને પાર્કમાં છોડ્યા હતા.