ગ્રાહકોએ ગેરકાયદે લેવડદેવડની તરત જાણ કરવી જોઈએઃ SBI

નવી દિલ્હીઃ દેશમાં સાઇબર ગુના અને ડિજિટલ છેતરપિંડીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સાઇબર અપરાધી નવા અને ઓછા જાણનાર ઇન્ટરનેટ યુઝર્સને ફિશિંગ, રેન્સમવેર હુમલાને લઈને ઓળખની ચોરી કરીને સાઇબર ગુના આચરી રહ્યા છે. એટલા માટે ડિજિટલ ચુકવણી પ્લેટફોર્મ અને ઓનલાઇન બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરતા સમયે લોકોએ જાગરુક રહેવું જોઈએ. સ્ટેટ બેન્કે હાલમાં ગ્રાહકોને વધતા સાઇબર અપરાધોની તપાસ માટે ખાતાંઓમાં કોઈ પણ લેવડદેવડનો તરત રિપોર્ટ કરવાનું સૂચન કર્યું હતું.

દેશની સૌથી મોટી ધિરાણકર્તા બેન્કે એ વાત પર ભાર આપ્યો હતો કે ગ્રાહકોને તરત ગેરકાયદે લેવડદેવડની સૂચના ટોલ ફ્રી નંબર 180001-2-3-4 પર આપવા જણાવ્યું હતું. એમાં યોગ્ય સમયે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોએ એ વ્યવહારની સૂચના બેન્કને આપવી જોઈએ, જેથી બેન્ક એના પર કાર્યવાહી કરવામાં આવશે, એમ SBIના અધ્યક્ષ દિનેશકુમાર ખારાએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકોએ સાઇબર છેતરપિંડીથી સાવધાન રહેવાની સલાહ આપતાં કહ્યું હતું કે ગ્રાહક સેવાએ આવા મુદ્દાઓને ઉકેલવામાં પ્રાથમિકતા આપવી જોઈએ. ગ્રાહક બેન્કની વેબસાઇટ પર જઈને મોબાઇલ બેન્કિંગ, ATM, ઇન્ટરનેટ બેન્કિંગ અને ભીમ SBI પે સેવા દ્વારા કોઈ પણ પ્રકારના ગેરકાયદે લેવડદેવડની ફરિયાદ કરી શકે છે. બેન્કે કહ્યું હતું કે SBI ખાતાથી જોડાયેલી કોઈ પણ નાણાકીય છેતરપિંડીને મામલામાં ગ્રાહકે જલદીમાં જલદી બેન્કને સૂચિત કરવી જોઈએ બેન્કને સૂચિત કરવામાં જેટલો સમય લાગશે, ગ્રાહકને નાણાકીય નુકસાનનું જોખમ એટલું વધુ થશે.