રેસ્ટોરન્ટ્સ ગ્રાહકોને સર્વિસ-ચાર્જ ચૂકવવાની ફરજ પાડી ન-શકે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ગ્રાહકોનો બાબતો, અન્ન અને જાહેર પૂરવઠા મંત્રાલયે કહ્યું છે કે રેસ્ટોરન્ટ્સ ગ્રાહકોને સર્વિસ ચાર્જ ચૂકવવાની ફરજ પાડી ન શકે, કારણ કે આ ગ્રાહકોની ઈચ્છા પર નિર્ભર કરતું સ્વૈચ્છિક પેમેન્ટ છે.

મંત્રાલયના ગ્રાહકોની બાબતોના વિભાગે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખને લખેલા પત્રમાં ચેતવણી આપી છે કે રેસ્ટોરન્ટો અને હોટલોએ ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ જબરદસ્તીથી વસૂલ કરવો નહીં.