રાંચીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ઇન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણીને લઈને ખેંચતાણ જારી છે. આ ખેંચતાણને કારણે ઝારખંડમાં CPL (ML)એ ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઠબંધનની અંદર સીટ વહેંચણી પર સહમતી ના થઈ, જે પછી CPL માલેએ ખુદને અલગ કરવાનો નિર્ણય લીધો હતો. માલેએ પક્ષના ઉમેદવારોની પહેલી યાદી જારી પણ કરી દીધી હતી. તેમણે રાજધનવારથી રાજકુમાર યાદવ, નિરસાથી અરૂપ ચેટરજી, સિંદરીથી ચંદ્રદેવ મહતોને ટિકિટ આપી છે.
ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધનની અંદર સીટોને લઈને ખેંચતાણ જરૂરી છે. JMM અને RJDની વચ્ચે ખેંચતાણની અંદર CPL માલેએ અલગ ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે.બીજી બાજુ, કોંગ્રેસે ઝારખંડ ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. કોંગ્રેસે જામતારાથી ઈરફાન અંસારીને ટિકિટ આપી છે. મમતા દેવીને રામગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હજારીબાગથી મુન્ના સિંહ, જમશેદપુર પૂર્વથી ડૉ. અજય કુમાર, હટિયાથી અજય નાથ સહદેવ, સિમડેગાથી ભૂષણ બારાને ટિકિટ મળી છે.
ઝારખંડમાં 13 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે અને બીજા તબક્કાનું મતદાન માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે. આ માટે 22 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.. મતગણતરી 23 નવેમ્બરે થશે. ઝારખંડ વિધાનસભામાં 81 બેઠકો ઝારખંડ વિધાનસભામાં 81 સીટો છે.