CPI-નેતા સીતારામ યેચુરીના પુત્રનું કોરોનાને લીધે નિધન

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળો દિન-પ્રતિદિન વકરી રહ્યો છે, ત્યારે સીપીઆઇ (એમ)ના નેતા સીતારામ યેચુરીએ કહ્યું હતું કે તેમના મોટા પુત્ર આશિષનું કોવિડ-19ને લીધે નિધન થયું છે. આશિષ (35) ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો અને તેની રિકવરી પણ સારી હતી, એમ ફેમિલીના સભ્યોએ કહ્યું હતું. કોરોનાની બીમારીની સાથે બે સપ્તાહ સુધીની લડાઈ પછી સવારે 5.30 કલાકે અચાનક તેનું મોત થયું હતું.

એ બહુ દુઃખ સાથે હું આપને જાણ કરું છું કે મેં આજે સવારે મારા મોટા પુત્ર આશિષ યેચુરીને કોવિડ-19 રોગચાળામાં ગુમાવી દીધો છે.  હું એ બધાનો આભાર માનું છું, જેમણે અમને હિંમત આપી અને આશિષની સારવાર કરી –ડોક્ટર્સ, નર્સ, ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ, સેનિટેશન વર્કર અને અન્યો જે અમારી સાથે ઊભા હતા, એમ યેચુરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.

આશિષ એશિયન કોલેજ ઓફ જર્નલિઝમમાં અભ્યાસ પૂરો કર્યા પછી પુણે જતાં પહેલાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સહિત પબ્લિકેશન્સમાં કામ કર્યું હતું. તેના સાથી પત્રકારોએ તેના હળવા વ્યવહારુ અને પ્રોફેશનલ તરીકે તેને યાદ કર્યો હતો, જે ઘણો નોલેજેબલ અને સારો અભ્યાસુ હતા.

સીપીઆઇ (એમ) પોલિટ બ્યુરોએ એક નિવેદન બહાર પાડીને  આશિષના નિધનની ઘોષણા કરી હતી અને પરિવાર પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજય સહિત અનેક નેતાઓએ પણ સીતારામ યેચુરીના મોટા પુત્રના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.