કોરોના-રસીઃ 18-વર્ષથી ઉપરનાઓ માટે રજિસ્ટ્રેશનનો આરંભ 28-એપ્રિલથી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાં 18-વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને આવતી 1-મેથી કોરોના-પ્રતિબંધાત્મક રસી મફતમાં આપવાનો નિર્ણય લીધો છે. આ લોકો માટે CoWIN પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ દ્વારા નામ નોંધાવવાની શરૂઆત 28 એપ્રિલથી કરવામાં આવશે એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

અગાઉ, નેશનલ હેલ્થ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર આર.એસ. શર્માને ટાંકીને એવા સમાચાર વહેતા થયા હતા કે 18 વર્ષથી વધુની વયના હોય એ તમામ લોકો 24 એપ્રિલ સુધીમાં CoWIN પોર્ટલ દ્વારા એમના નામ નોંધાવી શકશે, પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકારે નાગરિકો સાથે સંપર્કમાં રહેવા માટે બનાવેલા ટ્વિટર એકાઉન્ટ @mygovindia  પરથી સ્પષ્ટતા કરવામાં આવી છે.