બધાંને બૂસ્ટર-ડોઝ આપવાનો હાલ વિચાર નથીઃ સરકાર

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીનાં ઘટી ગયેલા કેસ અને સ્થિર થઈ ગયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પુખ્ત વયની તમામ વ્યક્તિઓને કોવિડ-19 બૂસ્ટર રસી ડોઝ આપવાનું શરૂ કરવાનો ભારત સરકારનો તાત્કાલિક કોઈ વિચાર નથી.

સાથોસાથ, સરકારે પાંચ અને 15 વર્ષની વચ્ચેની વયનાં બાળકોને કોરોના-વિરોધી રસી આપવાનું અટકાવી રાખવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી અધિકૃત વૈજ્ઞાનિક પુરાવા ન મળે ત્યાં સુધી એવી પરવાનગી આપવાનું રોકી રખાશે, એમ પેન્ડેમિક મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]