નવી દિલ્હીઃ કોરોના રોગચાળો દેશમાં ક્યારે ખતમ થશે, એ સવાલ સૌકોઈના મનમાં છે. સરકાર કોઈ દાવો કરી નથી રહી, પણ આરોગ્ય મંત્રાલયના બે વરિષ્ઠ નિષ્ણાતો ડો. અનિલકુમાર અને ડો. રૂપાલી રાયે એક શોધમાં દાવો કર્યો છે કે સપ્ટેમ્બરના મધ્ય ભાગ સુધી આ રોગચાળો ખતમ થવાની શક્યતા છે. આરોગ્ય સેવાના મહાનિર્દેશાલયમાં ઉપ નિર્દેશક છે અને ડો. રૂપાલી રાય સહાયક મહાનિર્દેશક છે. આ શોધ એપિડેમિલોજી ઇન્ટરનેશનલ જર્નલના તાજા અંકમાં પ્રકાશિત થઈ છે. આ શોધમાં રોગચાળો ખતમ થવાને લઈને ગણિતીય આકલન મશહૂર બૈલી મોડલને આધારે કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 139નાં મોત થયાં છે અને કોરોના સંક્રમિતોની સંખ્યા 80,000ને પાર થઈ છે. બૈલી મોડલ અનુસાર કી રોગચાળો ત્યારે ખતમ થાય છે, જ્યારે એનાથી સંક્રમિતોની બરાબર લોકો એ બીમારીથી અલગ થઈ જાય. અલગ હોવાનું તાત્પર્ય –તેઓ સ્વસ્થ થઈ જાય અથવા બીમારીને કારણે તેમનાં મૃત્યુ થઈ જાય.
આ મોડલમાં રોગચાળાના આકલન માટે બૈલી મોડલ રિલેટિવ રેટ ((BMRRR) કાઢવામાં આવે, જે સ્વસ્થ થયેલા અને મૃત્યુ પામેલા લોકોની સંખ્યાને આધારે નક્કી થાય છે. આ શોધમાં 19 મે સુધી આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, ત્યાર સુધી દેશમાં 1,06,475 લોકો સંક્રમિત હતા, જેમાં 42,306 લોકો સ્વસ્થ થયા હતા. અને 3302 લોકોનાં મોત થયાં હતાં. ત્યારે BMRRR રેટ 42 ટકા હતો, પણ રોગચાળો ખતમ ત્યારે થાય છે, જ્યારે એ સો ટકાની નજીક પહોંચે છે.
આ શોધના મુખ્ય લેખક ડો. અનિલકુમાર જાહેર આરોગ્યના નિષ્ણાત પણ છે. તેઓ કહે છે કે હાલ BMRRR 50 ટકા સુધી પહોંચ્યો છે. અમારી ગણતરી પ્રમાણે એ સપ્ટેમ્બરના મધ્ય ભાગ સુધી એ સો ટકા પહોંચી જશે, ત્યારે આ રોગચાળો ખતમ થશે. યુરોપના કેટલાય દેશોમાં બૈલી મોડલથી આકલન કરવામાં આવ્યું છે. એ યથાર્થ નીવડ્યા છે, પણ આકલનના સફળ થવા માટે અન્ય કારણો પણ અસર કરતા હોય છે. આ પરિણામોની સો ટકા ગેરન્ટી નથી.