નવી દિલ્હીઃ દેશભરમાં લોકડાઉન છતાં કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં કુલ કોવિડ-19ના પોઝિટિવ કેસનો આંકડો 63,000ની નજીક પહોંચ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના અત્યાર સુધી 2109 લોકોનાં મોત થયાં છે, જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 62,939 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોના 3277 નવા કેસ આવ્યા છે અને 128 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 19,358 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.રિકવરી રેટ સુધરીને 30.75 ટકા થયો છે.
ત્રણ રસી પર અમેરિકી અને ભારતીય કંપનીઓ કામ કરી રહી છે
અમેરિકીમાં ભારતના એમ્બેસેડર તરનજિત સિંહ સંધુએ કહ્યું હતું કે કમસે કમ ત્રણ રસી પર જે ભારતીય અને અમેરિકી કંપનીઓ એકસાથે કામ કરી રહી છે. અમે આ સંકટ સમયે એક મહત્તવપૂર્ણ ભાગીદાર છીએ અને અમેરિકાને બતાવ્યું છે કે ભારત ખભેખભા મિલાવીને કામ કર્યું છે. ભારત અમેરિકાનું વિશ્વસનીય ભાગીદાર છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર સ્થિતિ આ મુજબ છે.
