નવી દિલ્હીઃ નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્ક્સ (NAFCUB-નેફકેબ)એ ગૃહપ્રધાન અમિત શાહના અધ્યક્ષસ્થાને અગ્રણી અર્બન કોઓપરેટિવ બેન્ક અને સ્ટેટ ફેડરેશન્સનું કોન્કલેવ (સભા) યોજી આવી હતી. આ કોન્કલેવમાં ગૃહ અને સહકારપ્રધાને વર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં સહકારી સમિતિઓની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે સહકારથી જ આર્થિક વિકાસ થાય અને પ્રત્યેક વ્યક્તિ આવક જ દરેક નાગરિકની સમૃદ્ધિની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે અને સહકારથી જ 60 કરોડ લોકો માટે સમૃદ્ધિનો રસ્તો બને છે, જેને પાયાની જરૂરિયાતોને સરકાર દ્વારા ટેકો પૂરો પાડવામાં આવે છે. કોઓપરેટિવ બેન્કોએ સહજતાથી સહકારનો સ્વીકાર કરવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે સહકારથી UCBને મજબૂત અને આધૂનિક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ સહકાર ક્ષેત્રે નાણાકીય શિસ્તનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષોમાં સહકારી બેન્કોમાં રૂ. 5.5 લાખ કરોડથી બે ગણી કરીને રૂ. 11 લાખ કરોડ કરવાની જરૂર છે અને ભવિષ્યમાં વિસ્તરણ માટે મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ.
નેફકેબે અર્બન કોઓપરેટિવ બેન્કો (UCBs)ની સામે આવતા પડકારોનો ઉકેલ લાવનારા ગૃહપ્રધાન અમિત શાહ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે નવી દિલ્હીના ભારત મંડપમમાં આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવમાં અર્બન કોઓપરેટિવ બેન્કો માટે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન (UO)ની રચના કરવાની મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી, જે RBIના માર્ગદર્શનમાં સેલ્ફરેગ્યુલેશન ઓર્ગેનાઇઝેન (SRO) તરીકે કામ કરશે. આ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન UCBs માટે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભંડોળની સહાય માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ કોન્કલેવમાં સહકાર મંત્રાલયના સચિવ જ્ઞાનેશ કુમાર સહિત મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
On account of PM @narendramodi Ji's visionary policies to strengthen the cooperative sector we are on the cusp of an era that belongs to the cooperatives.
The Modi government is coming up with decisions that will boost the business of urban cooperative banks substantially. As… pic.twitter.com/bT5PmGYjW1
— Amit Shah (@AmitShah) October 12, 2023
આ કોન્કલેવમાં સારસ્વત બેન્ક, શામરાવ વિઠ્ઠલ કોઓપરેટિવ બેન્ક (SVC), કોસમોસ બેન્ક, TJSB કોઓપરેટિવ બેન્ક અને કાલુપુર બેન્કને એમની ઉત્કૃષ્ટ કામગીરી અને સહકારી સમિતિઓની સુધીની પહોંચ માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા.
દેશમાં આશરે 1500 UCBs છે, જેમાં આઠ કરોડ ડિપોઝિટ એકાઉન્ટ્સ છે. આ બેન્કો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહી છે, જેમાં શાખાના વિસ્તરણ અને પ્રાથમિક ક્ષેત્રે ધિરાણના લક્ષ્યાંકો સામેલ છે. હાલમાં નવા સ્થપાયેલા સહકાર મંત્રાલયના સહકારથી UCBsમાં એક મોટું પરિવર્તન જોવા મળ્યું છે. આ બેન્કો હવે નવી શાખા, વન ટાઇમ સેટલમેન્ટ, ડોર સ્ટેપ બેન્કિંગનો અમલ અને પ્રાથમિક સેક્ટરમાં ધિરાણના લક્ષ્યાંકોને સુધારી શકે છે.
આ કોન્કલેવમાં કોસમોસ બેન્ક, અભ્યુદય કોઓપરેટિવ બેન્ક સહિત કોઓપરેટિવ બેન્ક્સની મોટા ભાગની સહકારી સંસ્થાઓ હાજર રહી હતી. તેમણે આ ક્ષેત્રએ યુવા પ્રોફેશનલોને લાવવા માટે ઇજન આપ્યું હતું.