ઘઉંનો લોટ છે કે મેંદાનો, તે સ્પષ્ટ લખે વેપારીઓ: FSSAI

નવી દિલ્હી- ફૂડ સુરક્ષા નિયમનકાર (FSSAI)ના નિર્દેશ અનુસાર અનાજના વેપારીઓએ તેમના ફૂડ પ્રોડક્ટ્સના નામના લેબલ આટા અને મેંદાની સાથે જ અંગ્રેજીમાં પણ લખવા કહ્યું છે. આ માટે તેમને આટા અને મેંદાની સાથે લેબલ પર ક્રમશ: ઘઉંનો લોટ અને રિફાઈન્ડ ઘંઉનો લોટ પણ લખવા કહ્યું છે. આ ફેરફાર માટે તેમને વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

FSSAI એ તેમના નવીનતમ આદેશમાં કહ્યું કે, તેમના આદેશના પાલનની સમયસીમા 30 એપ્રિલના રોજ સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ ઉદ્યોગોના અનુરોધ પર સમય મર્યાદા વધુ ત્રણ મહિના માટે વધારવામાં આવી છે. અગાઉના આદેશ મુજબ, ‘આટા’ ને ‘સંપૂર્ણ ઘઉંનો લોટ’ તરીકે લેબલ કરવામાં આવ્યું હતું અને ‘મેંદા’ ને ‘રિફાઇન્ડ વ્હીટ ફ્લોર’ તરીકે લેબલ કરવા કહેવામાં આવ્યું હતું.

નવા આદેશ એટલા  માટે જાહેર કરવા પડયા કારણ કે વેપારીઓ ખાદ્ય ઉત્પાદનોના લેબલ પર મેંદાને અંગ્રેજીમાં વ્હીટ ફ્લોટ લખી રહ્યાં છે. જેથી એ જાણવામાં મુશ્કેલી થાય છે કે, ઘંઉનો લોટ છે મેંદાનો. ગ્રાહકોની સાથે સાથે ખાદ્ય વિભાગના અધિકારીઓને પણ ભ્રમ પેદા થતો હતો. જો કે હવે FSSAIએ તેમના નવા આદેશમાં આ સ્થિતિને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. લેબલ જો હિન્દીમાં હોય તો વેપારીઓ ‘આટા’ અને ‘મેંદા’ના નામનો ઉપયોગ કરી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]