નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગેલા લોકડાઉનની ભયાનક અને ધાર્મિક ઘટના છત્તિસગઢના બીજાપુરથી નિકળીને સામે આવી છે. અહીંયા 12 વર્ષની એક નાબાલીક બાળકી પોતાના પરિવારનું પેટ ભરવા માટે બીજાપુરના આદેડ ગામથી રોજગારની શોધમાં તેલંગાણાના પેરુર ગામ ગઈ હતી. લોકડાઉન-2 બાદ તે પોતાના જ ગામના 11 લોકો સાથે ચાલતા જ જંગલના રસ્તે તેલંગાણાથી બીજાપુર માટે રવાના થઈ હતી. તેલંગાણાના પેરુર ગામથી પોતાના ઘરે પાછા આવવા માટે 11 લોકો સાથે બાળકી પણ નીકળી હતી. સતત 3 દિવસ સુધી ચાલતા પ્રવાસ કરીને છત્તીસગઢના બીજાપુરના મોદકપાલ વિસ્તારમાં 12 વર્ષની જમલો મડકામી પહોંચી જ હતી કે ડિહાઈડ્રેશનનો શિકાર આ બાળકી થઈ અને તેનું મૃત્યું થયું. બાળકીનું જ્યાં મોત થયું ત્યાથી તેનું ઘર 14 કિલોમીટર દૂર હતું. પ્રવાસી મજૂરના મોતના સમાચાર મળતા જ તાત્કાલિક રીતે તંત્રએ બાળકી સાથે તેલંગાણાથી આવેલા મજૂરોને ક્વોરન્ટાઈન કરી દીધા. પોતાની એકની એક દિકરીના મોતના સમાચાર મળતા જ પિતા આંદોરામ મડકમ અને માતા સુકમતી જિલ્લા ચિકિત્સાલય બીજાપુર પહોંચ્યા. મોતના ત્રણ દિવસ બાદ આજે બાળકીના શબનું પોસ્ટમોર્ટમ થયું હતું. બાદમાં જમલોના શબને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો.
બીજાપુરના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી ડો.બી.આર.પુજારીએ જણાવ્યું કે તેલંગાણાથી પગપાળા આવી રહેલા મજૂૂરોના જૂૂથમાંથી એક બાળકીના મોતના સમાચાર મળતા જ સ્વાસ્થ્ય વિભાગની ટીમ હરકતમાં આવી હતી. બાળકીના શબને બીજાપુર લાવ્યાની સાથે જ તેમની સાથે પગપાળા ચાલી રહેલા તમામ મજૂરોને ક્વોરન્ટાઈન કરવામાં આ્યા. દિકરીના શબને કોરોના ટેસ્ટ માટે સેમ્પલ મોકલવામાં આવ્યું. આનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. ડો.પુજારીએ કહ્યું કે, ગરમીના કારણે શરીરમાં ઈલેકટ્રોલ ઈમ્બેલેન્સ એટલેકે પાણીની કમી હોવાના કારણે બાળકીનું મોત થયું. જો કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોતનું સાચુ કારણ ખબર પડશે.