નવી દિલ્હીઃ ભારતીય રેલવે ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં આજથી મોટા ફેરફાર લાગુ કરવાની છે. આજથી થનારા નવા ફેરફાર મુજબ હવે ટ્રેનોમાં ટિકિટ રિઝર્વેશનનો બીજો ચાર્ટ ટ્રેન સ્ટેશનથી ઊપડવાના 30 મિનિટ પહેલાં તૈયાર કરવામાં આવશે. જેથી પેસન્જરોએ છેલ્લી ઘડીએ પણ રિઝર્વેશન ટિકિટનો લાભ મળી શકશે.
ટ્રેન ઊપડવાના અડધા કલાક પહેલાં રિઝર્વેશનની સુવિધા
હવે ટ્રેન ઊપડવાના અડધા કલાક પહેલાં સુધી રિઝર્વેશન કરાવવાની સુવિધા મળશે. આ સુવિધા કરંટ બુકિંગ કાઉન્ટર અને ઓનલાઇન બંને પર ઉપલબ્ધ રહેશે. અનલોક શરૂ થયા પછી રેલવે વહીવટી તંત્રએ કેટલીક ટ્રેનો શરૂ કરી દીધી છે અને ધીમે-ધીમે ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી રહી છે. સ્પેશિયલ ટ્રેન માટે પ્રથમ ચાર્ટ ટ્રેન ઊપડવાના ચાર કલાક પહેલાં બનાવવામાં આવતો હતો. વર્તમાન વ્યવસ્થામાં કેટલીય સ્પેશિયલ ટ્રેનોમાં બર્થ ખાલી હોય છે. છેલ્લી ઘડીએ પેસેન્જર રિઝર્વેશન ટિકિટ નહોતા લઈ શકતા, પણ હવે પેસેન્જરો છેલ્લી ઘડીએ પણ ટિકિટ રિઝર્વેશન કરાવી શકશે.
વેઇટિંગ લિસ્ટના પેસેન્જરોને રિઝર્વેશન ટિકિટની તક
રેલવેના આ નવા નિયમથી એ સુવિધા પેસેન્જરોને મળશે, જેઓ વેઇટિંગ ટિકિકટ લઈ ચૂક્યા છે. આ પેસેન્જરોને છેલ્લી ઘડીએ રિઝર્વેશન ટિકિટ કરાવવાની તક મળશે. આ સાથે TTની મનમાની ખતમ થશે.
ઓનલાઇન અને ઓફલાઇન- બંને સુવિધા ઉપલબ્ધ
રેલવે વહીવટી તંત્ર 10 ઓક્ટોબરથી વ્યવસ્થામાં ફેરફાર કરી રહ્યું છે. ટ્રેન પ્રથમ રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઊપડવાના ચાર કલાક પહેલા તૈયાર થશે. બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઊપડવાના 30થી મિનિટ પહેલાં બનશે. જેથી પેસેન્જર ખાલી બર્થ પર રિઝર્વેશન કરાવી શકશે અને ટિકિટ પરત પણ કરાવી શકશે. જે સ્ટેશને કરન્ટ બુકિંગ કાઉન્ટર છે, પેસેન્જર ત્યાંથી પણ ટિકિટ ખરીદી શકશે. રેલવેની આ સુવિધાથી એવા લોકોને ખાસ મદદ મળશે, જેમને ઇમર્જન્સીમાં ટ્રેનનો પ્રવાસ કરવો પડે છે. આ સુવિધા બંને રીતે ઓનલાઇન અને ઓફલાઇન મળશે.